સાધનાકોલોની વિસ્તારમાં યુવકની ઘરમાં જ હત્યા...

શંકા ની સોય કાકા તરફ...

સાધનાકોલોની વિસ્તારમાં યુવકની ઘરમાં જ હત્યા...

Mysamachar.in:જામનગર:

સાધના કોલોની વિસ્તારમાં યુવકની હત્યા નો બનાવ આજે સામે આવ્યો છે,સાધના કોલોની એલ-૩૦ મા વસવાટ કરતાં મહાવીરસિંહ રાઠોડ તેના ઘરે મૃત હાલતમાં હોવાની માહિતી પર થી પોલીસ પણ ઘટનાસ્થળે પહોચી હતી અને તપાસ કરતાં મહાવીરસિંહની હત્યા માથામાં ધોકાના ઘા ઝીંકી ને કરવામાં આવ્યા નું સામે આવ્યું છે,મૃતક યુવક તેના બે કાકા સાથે અહી રેહ્તો હતો,અને તેના માતા-પિતા ધ્રોલ ખાતે રહેતા હોવાનું પણ સામે આવે છે,હાલમાં પોલીસે શંકાની સોય બે કાકા તરફ વ્યક્ત કરી અને વધુ તપાસ હાથ ધરી છે,બનાવની જાણ થતા ડીવાયએસપી સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી જઈ અને તપાસ હાથ ધરી છે.