મીઠાપુરમાં મર્ડર..

જાણો સંપૂર્ણ વિગત 

મીઠાપુરમાં મર્ડર..

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જીલ્લાના દ્વારકા ના મીઠાપુર ગામમાં સામાન્ય બોલાચાલી બાદ એક યુવકની પાંચ શખ્સોએ હત્યા નીપજાવવા ના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે,

પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પ્રમાણે ગતરાત્રીના રાજેશ મુરુભા સુમણીયા નામનો ૨૨ વર્ષીય યુવક જે ક્લીનર તરીકે નું કામ કરતો હતો,તેને ટાટા કંપનીના ગેટ નજીક બે નામચીન શખ્સો સાથે બોલાચાલી થઇ હતી,અને બોલાચાલી બાદ વિચારીને પોલીસસ્ટેશન ફરિયાદ કરવાનું નક્કી કરી ને રાજેશ ઘરે જવા માટે નીકળ્યો હતો,પણ આરોપીઓના મનમાં એટલો ગુસ્સો હતો કે તેને રાજેશ ને પતાવી દેવાનું નક્કી કરી લીધું હતું,

જેવો રાજેશ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે પાંચ આરોપીઓમા ના બે નામચીન આરોપી અને તેના અન્ય ત્રણ સાગરીતો ત્યાં જ તલવાર,છરી જેવા હથિયારો સાથે હાજર હતા,અને જેવો રાજેશ સુમણીયા ત્યાં થી  નીકળ્યો કે તેના પર ઉપરાછાપરી ઘા ઝીંકી અને તેનું મોત નીપજાવ્યું હતું,ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત હોય તેવોની હાલ સારવાર ચાલી રહી છે

મીઠાપુર પોલીસે પાંચ શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ પીએસઆઈ સી.બી.જાડેજા સહિતના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે,અને આરોપીઓ પોલીસના હાથવેતમા હોવાનું જાણવા મળી રહ્યું છે.