ભાણવડ તાલુકાના રેટાકાલાવડ ગામે 5 વર્ષ પૂર્વેનો હત્યા કેસ, આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવતી ખંભાળીયા સેશન્સ કોર્ટ

ભાણવડ તાલુકાના રેટાકાલાવડ ગામે 5 વર્ષ  પૂર્વેનો હત્યા કેસ, આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવતી ખંભાળીયા સેશન્સ કોર્ટ
symbolice image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

આ કેસની ટુકી હકીકત મુજબ તારીખ 17/5/2016 ન રોજ ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામે ફરીયાદી, અને તેનો પુત્ર પરેશ અને તેમના પતિ હેમરાજભાઇ મૈસુરભાઇ વાડીમાં શેઢા પાસે ખડ ખોદતા હોય એવામાં તેમની વાડીની બાજુવાળા સગર અરજણ માલદેભાઇ સરેણા, મારખી માલદે સરેણા, ડાયબેન અરજણ સરેણા, તથા વનીતાબેન મારખી સરેણા તથા બાળ ઓરોપી આવેલા અને કહેલ કે શેઢો કેમ ખોંદો છો? તેમ કહી બોલાચાલી કરી ગાળો બોલવા લાગેલ ફરીયાદીએ ગાળો દેવાની ના કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ અરજણ માલદે સરેણાએ લાકડીનો એક ઘા સાહેદ પરેશને માથામાં તથા બન્ને પગે માર મારેલ અને મારખી માલદે સરેણાએ લોખંડના પાઇપ વડે ફરીયાદીના પુત્ર પરેશને માથામાં મારેલ અને હેમરાજ મેસુરભાઇને અરજણ માલદે સરેણા તેમના પાસે રહેલ લાકડી અને પાઇપ વડે માથામાં અને શરીરે માર મારેલ અને ડાયબેન અને વનીતાબેને ઢીકા પાટુ માર મારવા લાગેલ અને આરોપી મેહુલ હાથમાં ધારીયું લઇને ઉભો હોય અને મારી નાખવાની ધમકી આપેલ ત્યારબાદ આરોપીઓ ચાલ્યા ગયા અને પરેશ હેમરાજ અને પતિ હેમરાજ મૈસુરભાઇના માથામાં ગંભીર ઇજા હોય સૌપ્રથમ ખંભાળીયા ત્યારબાદ જામનગર સારવારમાં લઈ ગયેલ અને ત્યારબાદ ગોકુલ મ્યુટેક હોસ્પીટલમાં પરેશને દાખલ કરેલ અને તેના પતિ હેમરાજભાઇને વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયેલ...

સારવાર દરમ્યાન ફરીયાદીના પતિ હેમરાજભાઇ મૈસુરભાઈનું મૃત્યુ થયેલ અને આ અંગેની ફરીયાદ કાંતાબેન હૈમરાજભાઇ લાડવાએ જામનગર ખાતે ગોકુલ મ્યુટેક હોસ્પીટલ ખાતે પોલીસને આઇ.પી.સી. કલમ-307 મુજબની ફરીયાદ આપેલ અને સારવાર દરમ્યાન ફરીયાદીના પતિનું અવસાન થતા આઇ.પી.સી. કલમ- 302 મુજબનો ઉમેરો કરવામાં આવેલ.આ કેસની તપાસ પુર્ણ કરી ચાર્જશીટ કરી સેશન્સ અદાલત ખંભાળીયા ખાતે ચાલવા ઉપર આવેલ અને  કુલ 35 સાહેદોને તપાસવામાં આવેલા અને આ કામે મરણ જનાર તથા સાહેદોની સારવાર કરનાર ડોક્ટરની જુબાની તથા ફરીયાદી તથા ઇજા પામનાર સાહેદ પરેશ હેમરાજભાઇ લાડવાની જુબાની ગ્રાહ્ય રાખી તથા જીલ્લા સરકારી વકીલ લાખાભાઇ આર, ચાવડાની ધારદાર દલીલો ધ્યાને લઇ નામદાર એડીશનલ સેશન્સ જજ, ખંભાળીયાએ આરોપી અરજણ માલદે સરેણા અને મારી માલદે સરેણાને આઇ.પી.સી. કલમ 302, 307 માં તક્શીરવાન ઠરાવી બન્ને આરોપીઓને ખુનનાં કેસમાં આજીવન કેદની સજા તથા 307 ના ગુનામાં બંન્નેને 10 વર્ષની સખત કેદની સજા અને કૂલ 20000 ના દંડની સજા ફરમાવેલ છે.