કાકાની હત્યા, ભત્રીજા પર જીવલેણ હુમલો

પ્રેમસબંધમાં મામલો બીચકયો

કાકાની હત્યા, ભત્રીજા પર જીવલેણ હુમલો

My samachar.in:-જામનગર

ગતરાત્રીના જામનગર પોલીસ દોડતી રહી કારણ હતું કે એક વૃદ્ધની હત્યા, જયારે તે જ વૃદ્ધના ભત્રીજા પર જીવલેણ હુમલો....વાત છે જામનગર નજીકના હર્ષદપુર એક આરોપીની દીકરી સાથે મૃતકના ભત્રીજાના પ્રેમ સંબંધના મનદુઃખને લઇને હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ચોપડે સામે આવ્યું છે.જામનગર નજીક આવેલ હર્ષદપુર ગામમાં ગઇકાલે મોડી રાત્રીના આ બઘડાટી બોલી હતી, જેમાં જામનગર તાલુકાના કોંઝા ગામના દશરથસિંહ નવલસિંહ ભટ્ટી સાંજના સુમારે હર્ષદપુર ગામના પેટ્રોલપંપએ હાજર હોય એ વખતે આરોપી ધાર્મિક તથા તેનો મિત્ર તથા ધાર્મિકના કાકા મહેન્દ્રસિંહ ઉર્ફે ટીમો તથા ધાર્મિકની દાદી આવી પહોંચ્યા હતા અને દશરથસિંહને આંતરી લઇ માર મારી જતા રહ્યા હતા. જેથી દશરથસિંહને બીક લાગતા તેઓએ તેના કાકા શીવુભાને ફોન કરી હર્ષદપુર પેટ્રોલપંપએ બોલાવી લીધા હતા..

દરમ્યાન થોડીવારમા પ્રકાશસિંહ ભુપતસિંહ કેશુર, વિક્રમસિંહ ભુપતસિંહ કેશુર, મહેન્દ્રસિંહ ઉર્ફે ટીમો ભુપતસિંહ કેશુર, સંજયસિંહ ભુપસિંહ કેશર, ધાર્મિક પ્રકાશસિંહ કેશુર, ધાર્મિકાના દાદી, મમલો ગોંવીદભાઇ કોળી રહે બધા નાઘુના ગામ તથા રવિ સોલંકી રહે. ચેલા ગામ તા.જી.જામનગર તથા બે અજાણ્યા માણસ સહિતના દસ જેટલા આરોપીઓ ગેરકાયદેસર મંડળી રચી, હાથમા પ્રાણધાત હથિયાર ધારણ કરી, ત્રણ મોટરસાઇકલ તથા એક સફેદ કલરની અલ્ટો કારમા આવી, દશરથસિંહ પર તમામએ મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી, આરોપી ધાર્મિક તથા મમલા કોળીએ છરીઓ કાઢી હુમલો કરતા તેઓ બચીને ભાગ્યાં હતા, ત્યારે જ આરોપી રવી સોંલકીએ લાકડાનો ધોકો હાથ ઉપર મારી ઇજાઓ પહોંચાડી હતી. તે દરમ્યાન દશરથસિંહ ખેતરમાંથી હર્ષદપુર ગામ તરફ જતા રોડ તરફ ભાગ્યા હતા. જ્યાં તેઓના કાકા શીવુભા આવતા તેઓને તમામ આરોપીઓએ રોડ ઉપર આંતરી લઇ, આરોપી પ્રકાશસિંહ તથા મહેન્દ્રસિંહ તથા સંજયસિંહએ પકડી રાખી, આરોપી વિક્રમના તથા ધાર્મિકએ છરી વડે આડેધડ ધા મારી, ગંભીર ઇજાઓ પહોંચાડી હતી..

જ્યારે આરોપી મમલો કોળી તથા અજાણ્યા બે આરોપીઓએ ઢીકા પાટુથી તથા આરોપી રવિ સોલંકીએ ધોકા વડે માર મારી મરણજનાર શીવુભા જીવણસંગ ભટ્ટી ઉવ.50 વાળાને શરીરે ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવી હતી. આ બનાવની જાણ થતાં જ પંચકોશી બી ડિવિઝન પોલીસ દફ્તરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકને જામનગર ખસેડી, તમામ આરોપીઓ સામે હત્યા, હત્યાની કોશિશ રાયોટીંગ સહિતની કલમો હેઠળ  ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી પંચકોશી બી ડીવીઝન પીએસઆઈ જે.ડી.પરમારે હાથ ધરી છે.