સ્વચ્છતા માટે લોકજાગૃતિમા પણ પાછુ પડતુ કોર્પોરેશન

ખરીદી અને ખર્ચની નોંધો છે ખરા..??

સ્વચ્છતા માટે લોકજાગૃતિમા પણ પાછુ પડતુ કોર્પોરેશન
ફાઈલ તસ્વીર

Mysamachar.in-જામનગર:

શહેરમા સ્વચ્છતા જળવાય તે માટે મહાપાલિકા તો લાખો રૂપિયા ખર્ચે છે,અને તેમા કેવી ગેરરીતિઓ થાય છે તે ચલાવી લેવાય છે,જો કે ચલાવી લેવી પડે છે,સરવાળે સફાઇ યોગ્ય થતી નથી પરંતુ લોકોને જાગૃત કરવામા લોકોનો સહયોગ લેવામા પણ કોર્પોરેશન પાછુ પડી રહ્યું હોય તેમ લાગે છે,સોલીડ વેસ્ટ શાખાના જાણના ખર્ચ અવાર-નવાર મુકાય છે,જેમકે સફાઇ કામગીરી જોવા વાહનના ઇંધણ ખર્ચ થયા વગેરે....પરંતુ આવુ નાગરીકોએ તો ક્યાય જોયુ નહી કે કોઇ સાહેબો સફાઇ કામગીરી જોવા નીકળ્યા હોય તો પછી ધુમાડો ક્યા કર્યો?

તાજેતરમા સાડાચાર લાખના ડસ્ટબીન ખરીદાયા શહેર ધારાસભ્ય અને રાજ્યમંત્રીએ ઉમદા હેતુથી ગ્રાંન્ટ ફાળવી હતી,આ ગ્રાંન્ટથી લોકોમા જાગૃતિ આવે લોકો ડસ્ટબીનમા જ કચરો નાંખે તે માટે પ્રોત્સહીત કરવાના હતા,જોકે જાગૃત નાગરિકોની પણ ફરજ છે કે સ્વચ્છતા જાળવે પરંતુ તંત્ર જાગૃતિ લાવી ન શક્યુ અને લાખો રૂપિયાના ખર્ચને 100% ન્યાય ન મળ્યો આવુ તો અનેક ખર્ચમા થાય છે,એક તો 100% સફાઇ થતી નથી જે કામગીરી થાય છે,.તેમા નિયમુજબ વેસ્ટ ઉપાડવા લઇ જતી વખતે ઢાંકવા ડમ્પીંગ પોઇન્ટમા જ ઠાલવવા તે બધુ તો થતુ નથી ઉપરથી દુકાનો,ઓફીસો,ઘરોમાં થી કચરા બહાર ફેંકાય છે,તો ડસ્ટબીન આપવાનો હેતુ શુ રહે છે,આમ સફાઇમા બેદરકાર કોર્પોરેશન લોકોનો સહયોગ મેળવવામા પણ ફેઈલ થઇ હોય તેમ પીછે હઠ થઇ છે,

-જળ સ્ત્રોત સફાઇમા પોણા બે લાખથી વધુ વાપર્યા..

સોલીડ વેસ્ટ શાખાએ  સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત શહેરના જળસ્ત્રોતની સફાઇ કામગીરી માટે રૂ. ૧૮૭૨૦૦ વાપર્યાનુ કમીટી ને જણાવ્યુ છે,ત્યારે છેક રણજીતસાગર થી શરૂ કરી રણજીતસાગર રોડ ની પાછળની બાજુથી જુના ગામ પાછળથી વિક્ટોરીયા પુલ કે નવનાલા તરફથી  નવાગામ ઘેડ પાછળથી છેક ગાંધીનગર સુધીમા નદીના ક્યા સ્ત્રોત ની સફાઇ કરી આ દરેક જગ્યાએ કચરા, બાવળ કે ઝાખરા કે ગંદકી અને બિન જરૂરી થર તો એમનેમ છે તો શુ નિયમીત  સફાઇમા ગરબડ ચાલે છે...એવુ જ આમા પણ થયુ કે શુ? આ અંગે જવાબદારો  નાગરીકોના હિતમા જળ સ્ત્રોતના હિતમા ખુલાશો માંગશે? તેવો સવાલ નાગરીકો પુછે છે.

-ખરીદી અને ખર્ચની નોંધો છે ખરા..??

સોલિડ વેસ્ટના અનેક પેરા ઓડિટએ કાઢ્યા છે,જેમા ડિઝલ સ્પેરપાર્ટસ,ખરીદી, ટાયર ટયુબ,અનેક  ખર્ચની  બુકમા વ્યવસ્થિત નોંધ નથી  આવિ બેદરકારી અને ખર્ચ થાય છે,જેનો રેકોર્ડ જ નથી તેમ છતા  ખર્ચ શા  માટે કરવા દેવાય છે?