પોતાના ગામના વિકાસ માટે સરપંચ બનવા માંગે છે ઍશ્રા 

 કોણ છે એશ્રા પટેલ અને ક્યાંથી લડશે ચુંટણી વાંચો 

પોતાના ગામના વિકાસ માટે સરપંચ બનવા માંગે છે ઍશ્રા 
file image

Mysamachar.in-છોટાઉદેપુર 

આગામી 19 ડીસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે મતદાન યોજાવવા જઈ રહ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પંચાયતની ચૂંટણીનો માહોલ પણ રંગ પકડી રહ્યો છે, ત્યારે મુંબઈની મોડેલ પણ વતનમાં સરપંચપદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઊતરી છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે ત્યારે ચાર-ચાર મહિલાએ ઉમેદવારી કરી છે, જેમાં કાવીઠા ગામની અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા (નિપા) પટેલે પણ સરપંચપદ માટે ઉમેદવારી કરી છે.એશ્રા પટેલ વર્ષોથી મોડેલિંગ કરે છે અને અત્યારસુધીમાં તેણે પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ જેવી લગભગ 100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે. ‌‌‌‌‌તેણે શાહરુખ ખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડેલિંગ કર્યું છે.તેણે આ ચૂંટણી માટે કેમ ઝંપલાવ્યું એ અંગે જણાવ્યું હતું કે હું દુનિયાના ઘણા દેશમાં ફરી છું. ડેવલપમેન્ટ દુનિયાભરમાં છે તો મારા ગામમાં કેમ નહિ ? એટલે મને થયું કે મારે કાંઈક કરવું જોઈએ.