Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગુજરાત વિધાનસભા ચુંટણી 2022 મા મોટા ભાગના દરેક વિસ્તારોમા કોને ખબર સામાન્ય રીતે એવો માહોલ આ વખતે બન્યો હતો કે અમારે સ્થાનિક ઉમેદવાર જોઇએ ધંધા પાણી મોટા શહેરમાને ચુંટણી કે કોઇ પ્રસંગ પુરતા વિસ્તારોમા આવે તે નથી જોઇતા પરંતુ કાયમી અમારી વચ્ચે રહે તે જ જોઈએ..તેમ લોકો કહેતા હતા અને આ બાબત દ્વારકા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાને પણ લાગુ પડી..અને આ વખતે પણ મુળુભાઇ કંડોરીયા માટે ફરી હારનો રેકોર્ડ યથાવત રહ્યો અને જીત નશીબ ના થઇ…
મુળુભાઈની સ્થિતિ એવી છે તેવો ખરા બિઝનેશમેન છે તેમા ના નહી અને કોંગ્રેસ પક્ષ કહે તો ચુંટણી લડવાનું માન રાખે છે, પણ તેવોને જીત નશીબ થતી નથી અને જીત મેળવવાથી વારંવાર છેટુ રહી જાય છે. આ વખતે પણ દ્વારકા બેઠક ઉપર તેઓ લડ્યા પણ જીતથી થોડા દુર રહી જતા વધુ એક વખત તેમના નશીબમાં હાર આવી છે.
મહત્વનું છે કે આ અગાઉ દ્વારકા બેઠક પરથી વિધાનસભામા હાર્યા, બાદમા લોકસભા લડ્યાને તેમા પણ હાર્યા છે, એક તો પોતે વિપક્ષના ઉમેદવાર માટે પોતે અવાજ ઉઠાવી લોકો માટે કઇક કરાવી શકવુ જોઇએ તે પણ ઓખામંડળ કે બારાડી પંથકમા ખાસ કઇ કરાવી શક્યા નથી ઉપરથી કોંગ્રેસ સંગઠન એ એવુ સંગઠન છે કે તે મોટાભાગના ઉમેદવારોને એની મેળે એના ગૃપના જોરે જ ચુંટણી લડવા છુટા મુકી દે છે અને મુળુભાઇ કંડોરીયાને પાર્ટીનો જે રીતે સહયોગ પીઠબળ મળવુ જોઇએ તેવો કોઇ સંપુર્ણ પણે સપોર્ટ ના મળ્યો હોવાની પણ ચર્ચાઓ છે,ઉપરાંત આ દ્વારકા સીટ મહત્વની પણ અઘરી છે, માટે જ વિધાનસભા અને જામનગરથી લોકસભા લડ્યા પણ જીતનો સ્વાદ મુળુભાઈને ન મળ્યો તે ન જ મળ્યો.