જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલ્વેના પ્રશ્નોની જનરલ મેનેજર સાથે સાંસદ પૂનમબેન માડમે વિસ્તૃત ચર્ચાઓ કરી

લાંબા અંતરની અને મહત્વની એકપણ  ટ્રેનો બંધ ન કરવા સાંસદનું ખાસ  સૂચન

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલ્વેના પ્રશ્નોની જનરલ મેનેજર સાથે સાંસદ પૂનમબેન માડમે વિસ્તૃત ચર્ચાઓ કરી

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલવે પ્રશ્નો બાબતે સાંસદ પૂનમબેન માડમએ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર સાથે વિસ્તૃત ચર્ચા કરી મહત્વના રૂટ બાબતે નવી ટ્રેન બાબતોએ તેમજ મહત્વના સ્ટોપ આપવા બાબતે ભારપુર્વક ભલામણ કરી હતી સાથે-સાથે લાંબા અંતરની અને મહત્વની ટ્રેનો યથાવત રાખવા પણ ભારપુર્વકનુ ભલામણ સાથેનુ સુચન કર્યુ હતુ, મહત્વની બાબત એ છે કે આ મીટીંગ દરમ્યાન સાંસદ પૂનમબેન માડમએ જામનગર અને દ્વારકા જિલ્લાના રેલવે યાત્રીકોની અનેકવિધ વધુ સુવિધા કરવાની બાબતને ખૂબજ પ્રાધાન્ય આપ્યુ હતુ તે બાબત જનરલ મેનેજર સમક્ષ કરેલી ભલામણના દરેક મુદા ઉપરથી ફલિત થાય છે,

વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ જામનગરની મુલાકાત દરમ્યાન રાજકોટ ડીવીઝનના ડીઆરએમ તેમજ સમગ્ર ટીમ સાથે સાંસદ પૂનમબેન માડમના નિવાસ સ્થાને મુલાકાતે આવ્યા હતા ત્યારે રેલ્વેને લગત મુદાઓની વિશેષ છણાવટ થઇ હતી તેમજ યાત્રીકોની હજુ સુવિધા વધે તે માટે સાંસદે મુદાસર અને વિસ્તૃત બાબતોની ભલામણ કરી હતી. સાંસદ પૂનમબેન માડમએ આ તકે ખાસ હાથ ધરેલી ચર્ચાઓ અને ભલામણામાં મુંબઇ સેન્ટ્રલ-રાજકોટ દુરંતો એક્સપ્રેસ ટ્રેન જામનગર સુધી લંબાવવા, બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ ટ્રેન ઓખા સુધી લંબાવવા, હાપા-બિલાસપુર-હાપા ટ્રેનને ઓખા સુધી લંબાવી દેવા, રાજકોટ-રેવા-રાજકોટ ટ્રેનને ઓખા સુધી લંબાવી દેવાની બાબતોનો સમાવેશ થાય છે,

ઉપરાંત સાંસદ પૂનમબેન માડમએ  નવી ટ્રેન શરૂ કરવા અંગે ભલામણ કરી તેમાં  ઓખા અને દિલ્હી-રાજકોટ વિભાગ વચ્ચેની ટ્રેન તેમજ સવારની ટ્રેન પોરબંદરથી રાજકોટથી વાસજાળીયા-જેતલસર થઈ જાય તે માટે જણાવ્યુ હતુ, કેમકે રાજકોટ સૌરાષ્ટ્રનું વ્યવસાય કેન્દ્ર હોવાથી જામજોધપુર તાલુકાના અનેક મુસાફરો તેમના રોજિંદાકામ માટે રાજકોટ જતા હોય છે. આ ટ્રેન કાનાલુસ-જામનગર રૂટ પરથી પસાર થાય છે માટે વાંસજાળિયા રૂટ માટે નવી ટ્રેન શરૂ કરવા જણાવ્યુ હતુ ઉપરાંત પોરબંદર-હરિદ્વાર ટ્રેન વાંસજાળીયા-જેતલસર માર્ગ ઉપર જાય તે માટે પણ ભલામણ કરી છે.

ઉપરાંત ભાટિયા સ્ટેશન પર લાંબા અંતરની ગાડીઓના સ્ટોપેજ બાબતે કાનાલુસ સ્ટેશન પર  સોમનાથ ટ્રેનના સ્ટોપેજ માટે, મોડપર સ્ટેશન પર-સૌરાષ્ટ્ર મેઇલ એક્સપ્રેસને સ્ટોપેજ માટે, તેમજ ભાવનગર વિભાગ હેઠળ, ભાણવડ સ્ટેશન પર પોરબંદર-સિકંદરાબાદ ટ્રેનના સ્ટોપેજની અને પોરબંદર-કોચુવાલી ટ્રેનના સ્ટોપેજની, લાલપુર સ્ટેશન પર પોરબંદર-સિકંદરાબાદ ટ્રેનના સ્ટોપેજની અને પોરબંદર-કોચુવાલી ટ્રેન ના સ્ટોપેજની અને પોરબંદર-મુઝફ્ફરપુર ટ્રેનના સ્ટોપેજની તેમજ કટકોલા સ્ટેશન પર-પોરબંદર-રાજકોટ એક્સપ્રેસના સ્ટોપેજની સાંસદે ભલામણ કરી છે,

ઉપરાંત લેવલ ક્રોસિંગ અંગે એલસી નંબર 237 (રામનગર જામખંભાળીયા) રાજકોટ વિભાગ ફરીથી ખોલવા એલસી નંબર x૦x ફરીથી ખોલવા (કઠિતાદ પર, કાનાલુસ અને પોરબંદરની વચ્ચે) ભાવનગર વિભાગ ખોલવા માટે ભારપુર્વક સુચન કરાયુ છે, તેમજ ટ્રેનોના આવર્તન વધારા અંગે ઓખા-દહેરાદૂન અઠવાડિયાથી અઠવાડિયામાં બે વાર કરવા ઓખા-વારાણસી અઠવાડિયાથી અઠવાડિયામાં બે વાર કરવા ભલામણ કરાઇ છે.

આ તકે સાંસદ પૂનમબેન માડમએ જણાવ્યુ હતુ કે હાપા રેલ્વે સ્ટેશન પર ઘણા લાંબા અંતરની ટ્રેનો સમાપ્ત થાય છે આમાંની ઘણી ટ્રેનો વિચિત્ર કલાકો પર આવી અને રવાના થાય છે હાપા જામનગર શહેરથી દૂર હોવાથી મુસાફરોને ઘણી અસુવિધા થાય છે જે અંગે અગાઉની મીટિંગમાં સૂચન આપ્યું છે કે હાપા ખાતેની તમામ લાંબા અંતરની ટ્રેનો  જામનગર લાવી શકાય છે તે અમલ કરવા ઉપરાંત હાપા-ત્રિરુનેલવેલી-હાપા (દ્વિ-સાપ્તાહિક) એક્સપ્રેસ જામનગર લંબાવાઇ છે બાકીની ટ્રેન હજી બાકી રહે છે અને હાપા-કટરા ત્રિ-સાપ્તાહિકમંગળવાર હાપા-મડગાંવ સાપ્તાહિક

શનિવાર હાપા-બિલાસપુર સાપ્તાહિક ચાલે છે જ્યારે હાપા-સુરત (ઇન્ટરસિટી) માત્ર મંગળવારે હાપાથી ચાલે છેતે ટ્રેનને જામનગર રેલ્વે સ્ટેશનથી સમાપ્ત કરવાની ભલામણ કરાઇ છે અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓમા કોવિડ-19 રોગચાળા પહેલા, ઓખા ગોરખપુર ટ્રેનમાં ખંભાળીયા સ્ટેશન પર સ્ટોપેજ પરંતુ હવે આ સ્પેશિયલ ટ્રેન ખંભાળીયા સ્ટેશન પર અટકતી નથી. ખંભાળીયાએ દેવભૂમિ દ્વારકા જીલ્લાનું મુખ્યમથક છે, તેથી ખંભાળિયા ખાતે આ વિશેષ ટ્રેનનું સ્ટોપેજ આપવું જોઈએ.

ઉપરાંત એલસી નંબર 234 પર અંડર બ્રિજનું કામ શરૂ કરાયું હતું પરંતુ ત્યારબાદ તે બંધ છે આ અન્ડર બ્રિજ શહેરમાં જ સ્થિત થયેલ છે તેથી લોકોને તેને પાર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.માટે  તરત જ ક્રોસિંગનું કામ સમાપ્ત કરવુ અને આ અન્ડર બ્રિજ પરથી ટુ વ્હીલર્સને પસાર થાય તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે શ્રી દ્વારકાધીશજી ખાતે રેલ્વે વિભાગ દ્વારા બુકિંગ કાઉન્ટર શરૂ કરાયું હતુ જે લાંબા સમયથી  બંધ છે અને તેને કારણે યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માટે  તરત જ તેને પ્રારંભ કરવો જરૂરી છે આ ઉપરાંત  કાનાલુસ ડબલ ટ્રેકનુ  કામ રાજકોટ - ઓખાના વીજળીકરણના કામ, ગોપ સોનવડિયા રોડ પર એલસી નંબર 33 અને એલસી નંબર 30 સી

લાલપુર ગોપ રોડ, બંને એલસી ગેટમેન સાથે છે. ટ્રેન પસાર થાય ત્યારે જ તેને બંધ રાખવું જોઈએ પરંતુ તેના બદલે, તેઓ તેને સતત બંધ રાખતા હોય છે અને આ કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ખંભાળીયા-લાલપુર ખાતે એલસી નંબર 249 પર નવા ફ્લાય ઓવર બ્રિજના કામની સહિત સમીક્ષા કરી હતી જામનગર અને દ્વારકા જિલ્લાના રેલવે યાત્રીકોની સુવિધાઓ અવિરત હજુ વધારવાના ભાગરૂપે સાંસદ પૂનમબેન માડમએ મહત્વના મુદાઓની છણાવટ કરી હતી તેમજ  એક પણ ટ્રેન રદ થવી જોઈએ નહીં તેમ પણ ભારપુર્વક જણાવ્યુ હતુ.