સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખંભાળિયા સ્ટેશન પર 4.34 કરોડના ખર્ચે મુસાફરોની સુવિધાના વિવિધ કામો અને સબવેનું ઉદ્ઘાટન

સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખંભાળિયા સ્ટેશન પર 4.34 કરોડના ખર્ચે મુસાફરોની સુવિધાના વિવિધ કામો અને સબવેનું ઉદ્ઘાટન

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આજે ખંભાળિયા રેલ્વે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં આજે 4.34 કરોડ રૂ ની કિંમતની વિભિન્ન યાત્રી સુવિધાઓના કાર્યો તથા માર્યાદિત ઊંચાઈવાળા સબવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખંભાળિયા સ્ટેશન પર પ્લેટફોર્મ નં 2 પર નવનિર્મિત પેસેન્જર લિફ્ટ, પ્લેટફોર્મ નં 1 પર નવનિર્મિત કવર શેડ, પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર નવનિર્મિત 6 પાણીના ફુવારા અને નવનિર્મિત મર્યાદિત ઉંચાઈવાળા સબવે નં 234 નું લોકાર્પણ કરવામાં આવ્યું ઉપરોક્ત તમામ પેસેન્જર સુવિધાઓ અને સબવેના બાંધકામની કુલ કિંમત લગભગ રૂ. 4.34 કરોડ છે,

આ પ્રસંગે સાંસદ પૂનમબેને જણાવ્યું હતું કે લિફ્ટની સુવિધા તમામ રેલવે મુસાફરો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને દિવ્યાંગો માટે ખૂબ જ ઉપયોગી થશે. તેમજ ખંભાળિયા રેલ્વે સ્ટેશન પર કવર શેડ અને પાણીના ફુવારાની સુવિધા મુસાફરો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે જણાવ્યું હતું કે, ખંભાળિયા યાર્ડ ખાતે નવનિર્મિત લિમિટેડ હાઇટ સબવે નં.234ના નિર્માણથી સામાન્ય જનતાને વારંવાર ફાટક બંધ થવાના કારણે માર્ગ બંધ થવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ અવસર પર ખંભાળિયા શહેરની વિભિન્ન સામાજિક તથા  સેવાકીય સંસ્થાઓ અને એસોસિએશન દ્વારા સાંસદનું  સ્મૃતિ ચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યું.