માતાએ બે પુત્રીઓને મોતને ઘાટ ઉતારી પોતે પણ આત્મહત્યા કરી 

માતાએ ક્યાં કારણોસર બે દીકરીની હત્યા કરીને પોતે આપઘાત કર્યો

માતાએ બે પુત્રીઓને મોતને ઘાટ ઉતારી પોતે પણ આત્મહત્યા કરી 

Mysamachar.in-મોરબી:

કોરોના વાઈરસના લોકડાઉન વચ્ચે આજે મોરબીમાં ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં માતાએ બે દીકરીની હત્યા કર્યાં બાદ પોતે આપઘાત કરી લીધો છે. વાવડી રોડ પર આવેલા શ્રીજી પાર્ક વિસ્તારમાં આવેલા  રહેણાક મકાનમાં 11 મહિનાથી ભાડે રહેતા અને જીમમાં ટ્રેનર તરીકે કામ કરતા વિષ્ણુ બીસીનું ટીકારામ બીસી નામના વ્યક્તિની પત્ની તુલસીએ તેની બે દીકરી સિરવી અને પૂજાને ગળા ટૂંપો દઈ હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લીધો હતો. ઘટના સમયે મહિલાનો પતિ અગાસી પર કસરત કરતો હતો. કસરત બાદ પરત ફરતા પત્ની અને બાળકોને મૃત હાલતમાં જોઈને અવાચક બન્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસકાફલો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવમાં માતાએ ક્યાં કારણોસર બે દીકરીની હત્યા કરીને પોતે આપઘાત કર્યો છે, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.