Mysamachar.in-જામનગર:
15 મા નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત ગુલાબનગર ઇ.એસ.આર ખાતે હયાત 27 લાખ લીટરની ક્ષમતાના ડેમેજ સમ્પના સ્થાને નવા 37 લાખ લીટરની ક્ષમતાવાળા સમ્પ, પંપ હાઉસ પેનલ રૂમ, ક્લોરીનેશન રૂમ સહિતના આનૂસંગિક કામોનું સાંસદ પૂનમબેન માડમે ખાતમુહૂર્ત કર્યું હતું. જે કામ આગામી 1 વર્ષની સમય મર્યાદામાં રૂપિયા 1.86 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવનાર છે.
આ નવીન પ્રકલ્પ થકી જામનગર શહેરની ગુલાબનગર, હાપા તથા નવાગામ ઘેડ વિસ્તારની આશરે બે લાખથી વધુની વસતિને જળ સુવિધાનો લાભ મળશે. આ નવીન સમ્પ બનવાથી વોટર લિકેજીસનો પ્રશ્ન હલ થશે, જળ સંગ્રહમાં દસ લાખ લીટરની ક્ષમતાનો વધારો થશે જેથી પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે, ઝીરો લેવલ સુધી પાણી પંપિંગ થવાના કારણે મશીનરીઓની કાર્યક્ષમતામાં વધારો થશે, ક્લોરીનેશનના સુદ્રઢ માળખાના કારણે ક્લોરિનની માત્રા સુનિશ્ચિત થઇ શકશે જેના કારણે પાણીજન્ય રોગો અટકશે અને લોકોના આરોગ્યમાં સુધારો થશે.