રાજ્યમાં જન્મ લેતાની સાથે રોજ 18થી વધુ બાળકો મૃત્યુ પામે છે..

વિધાનસભામાં આરોગ્યમંત્રીનો જવાબ

રાજ્યમાં જન્મ લેતાની સાથે રોજ 18થી વધુ બાળકો મૃત્યુ પામે છે..
symbolic image

Mysamachar.in-ગાંધીનગર

હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા પૂછવામાં આવતા વિવિધ સવાલોના જવાબો સામે આવતા રહે છે, ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાંથી વિગતો તારવીને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે પાછલાં બે વર્ષમાં ગુજરાતમાં દરરોજ 18 બાળકો જન્મ લીધા બાદ ગણતરીના કલાકોમાં જ મૃત્યુ પામ્યાં. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્નકાળ દરમિયાન આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલાં પ્રત્યુત્તરમાંથી આ વિગતો તારવાઇ હતી.

આ અનુસાર ગુજરાતમાં વર્ષ 2019 અને 2020 દરમિયાન 1.06 લાખ કરતાં વધુ નવજાત બાળકો જન્મ પછી નિયોનેટલ આઇસીયુ અથવા સીક ન્યુબોર્ન કેર યુનિટમાં દાખલ કરાયાં બાદ તેમાંથી 13,500 જેટલાં નવજાત મૃત્યુ પામ્યાં હતાં. પટેલે આપેલી વિગતો અનુસાર આવાં 1.06 લાખ બાળકોમાંથી 70 હજાર જેટલાં બાળકો સરકારી હોસ્પિટલમાં જનમ્યા બાદ એનઆઇસીયુમાં દાખલ કરવા પડ્યાં હતાં.