જામનગર સહીત ગુજરાતના 5 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ

જાણો ક્યાં કેટલો વરસાદ

જામનગર સહીત ગુજરાતના 5 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ
file image

Mysamachar.in-અમદાવાદ

રાજ્યમાં સપ્ટેમ્બરના 19 જ દિવસમાં આ સિઝનનો 263 મીમી ધોધમાર વરસાદ પડયો છે, જેના લીધે રાજ્યના પાંચ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. તો અમદાવાદ સહિત રાજ્યના 8 જિલ્લામાં અત્યારસુધી 60 ટકાથી પણ ઓછો વરસાદ પડયો છે. જ્યારે રાજ્યમાં સિઝનનો 74.51 ટકા વરસાદ નોંધાયો છે. એટલે રાજ્યમાં 100 ટકા વરસાદ પુર્ણ થવામાં હજુ 25 ટકા જેટલો વરસાદ ઓછો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે તા.19 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યાની સ્થિતિએ 33 જિલ્લા પૈકી જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ અને જુનાગઢમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. તેવી જ રીતે રાજ્યમાં સૌથી ઓછો વરસાદ વડોદરા, મહેસાણા, તાપી, દાહોદ, ગાંધીનગર, ડાંગ, અરવલ્લી અને અમદાવાદ જિલ્લામાં 55 થી 60 ટકા સુધીનો નોંધાયો છે.