મોરબી:જાહેરમાં જ વેપારીને હથિયાર બતાવી લૂંટી લેવાનો પ્રયાસ

જો કે યુવાનોની સજાગતા રંગ લાવી

મોરબી:જાહેરમાં જ વેપારીને હથિયાર બતાવી લૂંટી લેવાનો પ્રયાસ

Mysamachar.in-મોરબી

રાજ્યમાં ક્યારેક એવા બનાવો સામે આવે છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરી દે છે, આવી જ એક ઘટના આજે મોરબીમાં સામે આવી, જ્યાં કેટલાક શખ્સોની હિમ્મત એવી તો વધી કે જાહેરમાં જ હથિયાર એટલે કે રિવોલ્વર કાઢી વેપારીને લુટી લેવાનો પ્રયાસ થયો... મોરબી  શહેરના રવાપર રોડ પર આવેલ લીલાલેર બગીચા નજીક બે શખ્સોએ વેપારીને લૂંટી લેવાના ઇરાદે  હથિયાર બતાવી વેપારીને માર મારતા નાસભાગ મચી જવા પામી હતી. જો કે આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

જાણવા મળતી વિગત અનુસાર મોરબી શહેરના રવાપર રોડ પર આવેલ લીલાલેર બગીચા પાસે ધોળા દિવસે વેપારીને હથિયાર બતાવી લૂંટી લેવાનો પ્રયાસ કરાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. વસંતભાઈ બવરાવા નામના વેપારી મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક રૂપિયા આપવા જતા હતા તે દરમિયાન  બે ઈસમોએ વેપારીને આંતરી લઈ  વેપારીને હથિયાર બતાવી  રોકડ રકમ લૂંટવાનો પ્રયાસ કરાયો હતો બંને શખ્સો વેપારીને માર મારતા હોવાનું સામે આવતા આજુબાજુના લોકો અને યુવાને દોડી ગયા હતા. અને વસંતભાઈને બચાવી લઈ લૂંટારુ પાસેથી રૂપિયા છોડાવી લીધા હતા. આ દરમિયાન આરોપીઓ નાશી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના લોકોએ વિડીયોમાં કેદ કરી હતી. જે અંગે પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપીઓ પોલીસની હાથવેતમાં હોવાનું જણાઈ રહ્યું છે.