મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણી, ધારાસભ્ય PPE કીટ પહેરીને પહોચ્યાં

મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણી, ધારાસભ્ય PPE કીટ પહેરીને પહોચ્યાં

Mysamachar.in-મોરબી

મોરબી એપીએમસીની સામાન્ય આજે ચૂંટણી યોજાઈ રહી છે. સવારથી જ તમામ મતદારો મતદાન માટે આવી રહ્યા છે. જોકે, જિલ્લાના કૉંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા તમામ નું ધ્યાન કેન્દ્રિત કરનાર બન્યા હતા, ધારાસભ્ય લલતિ કગથરા હાલ  કોરોના પોઝિટિવ છે અને તેઓ સામાન્ય સમયમાં અન્ય લોકોની વચ્ચે મતદાન કરવા આવી પહોંચતા અનેક ચર્ચાઓ શરુ થઇ હતી, લલિત કગથરા પીપીઈ કીટ પહેરીને મતદાન કરવા માટે આવ્યા હતા. સામાન્ય રીતે ચૂંટણીઓમાં મતદાનનો છેલ્લો કલાક કોરોનાના દર્દીઓ માટે ફાળવાયેલો હોય છે જેમાં મતદારો પીપીઈ કીટમાં મતદાન કરી શકે છે.

જોકે, ત્યારે ત્યાં અન્ય મતદારો માટે મતદાન સામાન્ય સંજોગોમાં નથી હોતું. સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજકોટ મોરબીના સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે 'આ સ્થિતિમાં ચૂંટણીઓમાં મતદાન કરવા માટે ચોક્કસ સમય છે. કોઈ પણ વ્યક્તિએ હોય તેણે માનવતાના ધોરણે આ પ્રકારનું વર્તન ન કરવું જોઈએ. આનાથી કોરોનાના સંક્રમણનું જોખમ વધી શકે છે.' લલતિ કગથરાએ કહ્યું કે તેમણે વર્લ્ડ સ્ટાન્ડર્ડની પીપીઈ કીટ પહેરી હતી જે ડબલ્યુએચઓ દ્વારા માન્યતા પ્રાપ્ત હોય છે તેવા સ્ટાન્ડર્ડની છે.