ગઈકાલ દ્વારકામાં બનેલ ઘટના બાદ મોરારીબાપુનું નિવેદન 

કોઈએ ઉશ્કેરાવવું નહિ:મોરારીબાપુ 

ગઈકાલ દ્વારકામાં બનેલ ઘટના બાદ મોરારીબાપુનું નિવેદન 
file image

Mysamachar.in-ભાવનગર:

ભગવાન શ્રી કૃષ્ણ પર કરેલા નિવેદનના થયેલ વિવાદ બાદ દ્વારકા માફી માંગવા પહોંચેલા મોરારિબાપુ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.આ મામલો રાજ્ય સહીત દેશભરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ત્યારે આજે કેટલાક માધ્યમો સાથે વાતચીત કરતા મોરારીબાપુએ જણાવ્યું કે આપણાં સમાજને ઠેસ પહોચી હોય તો મેં બે વખત માફી માંગી લીધી, મને કહેવામાં આવ્યું કે બાપુ આપ દ્વારકા આવી જાવ તો હું દ્વારકા પણ જઈ આવ્યો અને દ્વારકા મારા ઇષ્ટદેવ છે,મારા તરફથી વાત પૂરી થાય છે.. કોઈએ ઉશ્કરેવવું નહિ, અને હું માફી માંગનારો અને માફી આપનારો માણસ છું.