આ...લે...લે...હજી તો કોરોનામા અટવાયા છીએ ત્યા મે-જુન વચ્ચે ચોમાસાનો આવ્યો વરતારો

આ વખતે તંદુરસ્તી અને ખેતી માટે આગોતરા વરસાદથી થશે હાલાકીને હેલીની હડબથલ

આ...લે...લે...હજી તો કોરોનામા અટવાયા છીએ ત્યા મે-જુન વચ્ચે ચોમાસાનો આવ્યો વરતારો
symbolic image

Mysamachar.in-જામનગર

સમગ્ર હાલાર સૌરાષ્ટ્ર ગુજરાત ભારત અને વિશ્વ અટવાણુ છે સૌ કોઇ તંત્રથી માંડી લોકો કા સાજા થવા કા સાજા રહેવા  કાં તો સાજા કરવાની મથામણમા પડ્યા છે ત્યા તો આ મે જુન વચ્ચેથી જ ચોમાસાની પ્રિમોન્સુન તૈયારી સાથેના વરસાદના વરતારા આવવા માંડતા આ વખતે ચોમાસામા અનિયમિત વરસાદ પણ ખેતી અને તંદુરસ્તી માટે હાલાકી હેલી અને હડબથલ સર્જે તેવો ઘાટ ઘડાય તો નવાઇ નહી તો વળી આ વર્ષે વાવણી લાયક વરસાદ મે થી જુન વચ્ચે એટલે કે 15 મે થી  25 જુન સુધી બધે જ થશે તેમ હાલની ગરમી તેમજ હવામાનમા વધ ઘટ થાતા ભેજ તેમજ નભોમંડળની ગતિ ઉપરથી અનુમાન કરાયુ છે જેમાં 24 મે થી 4 જુન સુધી હેલી થશે તેવુ પણ તારણ છે.

પાક પાણી તેમજ વરતારા સાથે જોડાયેલા સંશોધન અને અભ્યાસ કરતા ખેડૂત વિશ્ર્લેષકોના મતે આપણે નેઋત્યનો વરસાદ આવે છે હવામાનમાં ભેજનું પ્રમાણ વધે છે એટલે વરસાદ થાય છે. આપણે ત્યા નૈઋત્યનો પવન આવે ત્યારે ભેજ આવે છે. શિયાળાના પવનમાં ઠંડો પવન આવે છે પરંતુ ભેજ નથી હોતો ત્યારે તડકો વધુ દજાડે છે જ્યારે સુકા ઉનાળામાં તડકો વધુ દઝાડતો હોય છે આમ અલગ અલગ ગણતરીથી વરતારો મળે છે. વાદળો ગ્રહો દરેકની પ્રતિક્રિયા અસર કરે છે. ક્યારેક પવન ફરી જાય તો આગાહી ખોટી પણ પળે છે. કારણકે સંશોધન અગાઉથી કરેલું હોય છે તેમા પરિસ્થિતિ મુજબ ફેરફાર થાય છે અને બીજુ વિસ્તાર પ્રમાણે વરસાદ અલગ પડે છે. જેનું કરણ ભ્રુપૃસ્ટ છે કેમકે દરેક વિસ્તારની આબોહવા અલગ છે જેથી વરસાદ પણ વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. ઘણી વખત ગણતરી ખોટી પડે છે. પરંતુ તે ગણતરીમાંથી ઘણું આગોતરૂ આયોજન કરવા મળે છે.

વળી આ વખતે બીજી નવાઇની વાત એ છે કે આ વર્ષે વરસાદ ઑગસ્ટ પછી ઓછો છે.એટલે ખેડૂતોએ પાણીની વ્યવસ્થા આગોતરા જળસંચયથી કરવી જ પડશે કેમકે અનુમાન મુજબ એક તરફ  24 મેં થી 4 જૂન સુધી હેલી જેવો પ્રિ-મોન્સુન વરસાદ થશે. તેમજ 21 જુલાઈ થી અરબી સમુદ્રમાં 50 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની સંભાવના છે જો તે પવન ઓમાન તરફ ફંટાય તો વરસાદ નહીં આવે બાકી ખુબજ સારો વરસાદ આવશે. તેવા તારણો પણ વેધર એનાલીસ્ટો કરે છે.