સંતાનસુખની વિધિના નામે સસરાએ પુત્રવધુ પર...

જાણો શું છે સમગ્ર ઘટના

સંતાનસુખની વિધિના નામે સસરાએ પુત્રવધુ પર...
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં હવસખોર સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. સંતાનસુખ આપવાના બહાર સસરાએ પુત્રવધુને શારીરીક અડપલા કર્યા, એટલું જ નહીં સસરો તેની પુત્રવધુને બેડરૂમમાં લઇ જતો અને શરીર પર ચંદન, ઘી અને કાળા તલથી મસાજ કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બાદમાં પુત્રવધુએ વિરોધ કરતાં તેણીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. મહિલાના 2018માં લગ્ન થયા હતા, પરંતુ લગ્નને થોડા સમયમાં જ સાસરિયાઓએ લખણ દેખાડવાનું શરૂ કર્યું. સંતાન ન થતા પતિ દ્વારા માનસિક અને શારીરીક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું. પતિએ ધમકી આપી કે મારા માતા-પિતા જે કહે તેમ જ કરવું અને તારા પર વિધિ કરવાનું કહે તો વિધિ પણ કરવા દેવી. આથી સસરાએ સંતાનસુખ માટે વિધિ પણ શરૂ કરી. વિધિના નામે સસરો પુત્રવધુના શરીર પર ચંદન, ઘી અને કાળા તલથી મસાજ કરતો, અને એકાંતનો લાભ લઇ છેડતી પણ કરતો. જ્યારે પુત્રવધુએ વિરોધ કર્તો તો તેણીને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. બાદમાં મહિલાએ પતિ, સસરા, સાસુ, નણંદ અને દીયર સામે ફરિયાદ નોંધવામાં આવી છે.