જામનગર સહીત ત્રણ જિલ્લાઓમાં મોબાઈલ અને બાઈકની ઉઠાંતરી કરનાર 2 ઝડપાયા

12 બાઈક, 5 મોબાઇલ કબજે કરી પોલીસ

જામનગર સહીત ત્રણ જિલ્લાઓમાં મોબાઈલ અને બાઈકની ઉઠાંતરી કરનાર 2 ઝડપાયા

Mysamachar.in-રાજકોટ

રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં બાઈક અને મોબાઈલ ચોરી કરનાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અને તેની પાસેથી 12 બાઈક અને 5 મોબાઈલ સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કર્યો છે. ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે LCBની ટીમે દરોડો પાડી રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં બાઈક અને મોબાઈલ ચોરીની ઘટનાઓને અંજામ આપનાર બે શખ્સોને ઝડપી લઈ રૂપિયા 2,51,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતા ઘનશ્યામ દુધાત તેમજ રમેશ ડાંગરીચિયાને દરોડા પાડી ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના જિલ્લાઓમાંથી ચોરી કરાયેલ 12 બાઈક, 5 મોબાઇલ કબ્જે કર્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.