લાલપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા ધારાસભ્યએ કરી માંગ..

મુખ્યમંત્રી ને લખ્યો પત્ર

લાલપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા ધારાસભ્યએ કરી માંગ..

mysamachar.in-જામનગર

જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં દુષ્કાળના ડાકલા વાગવાની શરૂઆત થઇ ચુકી છે,એવામાં ગઈકાલે ખંભાળિયા બેહ ગામે એક વયોવૃદ્ધ ખેડૂત એ અપૂરતો વરસાદ થયો હોય અને પાક નિષ્ફળ જવાની ભીતી એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે,

ત્યારે હવે રાજકીય આગેવાનો પણ જીલ્લા ને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી સરકાર પાસે માંગણી કરી રહ્યા છે,જીલ્લાના સાંસદ પુનમબેન માડમ ની સંસદીય મતવિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ બાદ આજે જામજોધપુર ના કોંગી ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાએ પણ મુખ્યમંત્રી ને સંબોધીને લખેલ રજૂઆત મા જણાવ્યું છે કે લાલપુર તાલુકામાં ખુબ ઓછો વરસાદ થયેલ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે પશુઓ માટે ઘાસચારાનો પણ પ્રશ્ન ઉભો થયો છે,અને ખેડૂતોની હાલત પણ કફોડી થઇ રહી છે,

ત્યારે લાલપુર તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને ખેડૂતોને નિષ્ફળ ગયેલ પાકોના વીમા તાકીદે ચૂકવવા રજૂઆત કરાઈ છે.