ધારાસભ્ય વિક્રમ માડમે સી.એમ ને પત્ર લખ્યો કે કર્ફ્યુંની

જો આમ થાય તો નાના માણસોના હિતમાં મોટી વાત કહેવાય

ધારાસભ્ય વિક્રમ માડમે સી.એમ ને પત્ર લખ્યો કે કર્ફ્યુંની
file image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા 

મહામારીમાં ગુજરાત સરકાર દ્વારા લોકહીતમાં લોકોના સ્વાથ્યનું ધ્યાન રાખી જે કર્ફ્યું બાબતનો હાઇકોર્ટની સમીક્ષા પર નિર્ણય લેવામાં આવેલો છે. તે આવકાર્ય છે, પરંતુ કર્ફ્યુંનો જે રાત્રિનો સમય નક્કી કરેલ છે, તે સમયે સામાન્ય લોકો તથા રોજેરોજની રોજી કમાઈને ખાનાર લોકો માટે ખુબજ મુસીબત ઊભી કરનાર છે. સામાન્ય રીતે વેપાર ધંધો કરતા તથા મજૂરીએ જતા રોજનું કમાઈને ખાનાર લોકોને કોઈ પણ કારખાના તથા મિલોમાં કામનો સમય સાંજના સામાન્ય રીતે 6:30 થી 7:00 વાગ્યા આસપાસ તેઓ પોતાની નોકરી પરથી છૂટે છે. જે 20 શહેર તથા 8 મહાનગરપાલિકામાં કર્ફ્યું લગાવવામાં આવેલ કર્ફ્યુંની સમય મર્યાદા રાત્રિના 9 વાગ્યાથી શરૂ કરવા બાબત.

આ કોરોનાની છે, તે શહેરો સામાન્ય રીતે મોટા શહેરો તથા કોર્પોરેશનવાળા છે. જેના આસપાસના લગભગ 10 કિલોમીટરના વિસ્તારમાં તમામ ફેક્ટરી, જી.આઈ ડી સી કારખાના તથા મિલો આવેલી છે. કોઈપણ મજુર પોતાની મીલથી કે કારખાને થી નીકળે તે પછી તેને પોતાના ઘરે પહોંચવામાં જ આરામથી અડધો કલાક થી એક કલાક જેટલો સમય લાગતો હોય છે. ઘરે પહોંચી કોઈ પણ માણસ આ કોરોનાની મહામારીના. લીધ હાથ પગ ધોવે અને ફ્રેશ થાય તો અડધો કલાક નો સમય નીકળી જાય આ. સમયમાં આઠ વાગી જાય છે.

પછી ઘરમાં પોતાના માટેની જીવન જરૂરી ચીજવસ્તુ ખરીદી કરવાનો સમય નીકળી જાય છે. અને સામાન્ય માણસ બહાર નિકળી શકતો નથી અને જો કારખાનેથી વહેલી રજા લઈને નીકળે તો તેનું રોજ કપાઈ જાય છે. આવી તમામ પરિસ્થિતિઓ એક જ દિવસના કર્ફ્યું લાગુ થવાથી બજારમાં જોવા મળેલ છે, તો સામાન્ય વર્ગને ધ્યાનમાં રાખી અન્ય રાજ્યોમાં પણ કર્ફ્યુંની પરિસ્થિતિઓ સર્જાયેલી છે જ, પરંતુ ત્યાં રાત્રી કર્યુ શરૂ થવાનો સમય 9 થી 10 વાગ્યાનો રાખેલ છે. તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ગરીબ મજુર રોજે રોજનું કમાઇને ખાનાર લોકોને ધ્યાનમાં રાખી રાત્રી કર્ફ્યું શરૂ થવાના સમય ઓછામાં ઓછો 9 કે 10 વાગ્યાથી શરૂ કરવા બાબતે ફેરવિચારણા કરવા આપ ને લોકોના હિતમાં ધારાસભ્ય વિક્રમ માડમે મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે.