આંધળી સરકારની આંખ ખોલવા કાલે બંધમાં જોડાવવા ધારાસભ્ય ધારવિયા એ કરી અપીલ...

ત્રણ મુદાઓ પર છે કાલનું બંધ..

આંધળી સરકારની આંખ ખોલવા કાલે બંધમાં જોડાવવા ધારાસભ્ય ધારવિયા એ કરી અપીલ...

mysamachar.in-જામનગર

સમગ્ર દેશ આજે કાળઝાળ મોંઘવારીનો સામનો કરી રહ્યો છે,પેટ્રોલ અને ડીઝલ સહીત જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવોમાં દિનપ્રતિદિન થઇ રહેલો વધારો સામાન્ય માણસ ને જીવન જીવવું મુશ્કેલ બનાવી રહ્યું છે,તે વાત સર્વવિદિત છે..આટઆટલી લોકોની મોંઘવારીની વેદના છતાં પણ કેન્દ્ર સરકારની આંખો ખુલવાનું નામ લેતી નથી,ઉપરાંત શિક્ષિત બેરોજગારોની વધી રહેલ સંખ્યા અને રાફેલ ગોટાળા સહિતના મુદાઓને લઈને વિપક્ષ શાશકોને ઘેરવાનો પુરો પ્રયાસ કરી રહ્યું છે,

ત્યારે આવતીકાલે એટલે કે સોમવારે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ ભારત બંધ ના એલાનમાં જામનગર શહેર અને જીલ્લાના તમામ તાલુકામથકના,ગ્રામ્યકક્ષાએ અને શહેરકક્ષાએ વેપારીઓ,સહિતના લોકો આવતીકાલના બંધમાં જોડાઈ અને મોંઘવારી સહિતના મુદ્દાઓ સામે પોતાનો અવાજ બુલંદ બનાવે તેવી અપીલ જામનગર ગ્રામ્યના કોંગી ધારાસભ્ય વલ્લભ ધારવિયા એ અખબારી યાદીમાં કરી છે.