ધારાસભ્ય હકુભા જાડેજા દરવર્ષે આવી અનોખી રીતે ઉજવે છે દિવાળી 

જન્મદિવસ, ધૂળેટી, અને દીપાવલી જેવા તહેવારો ધૂમધામથી ઉજવવાને બદલે

ધારાસભ્ય હકુભા જાડેજા દરવર્ષે આવી  અનોખી રીતે ઉજવે છે દિવાળી 

Mysamachar.in-જામનગર:

જામનગર ઉતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જેવો હકુભાના નામથી ઓળખાય છે તેવો હંમેશા પોતાની સાદગી માટે જાણીતા છે, કોઈ એવા કાર્યો કરવા જેનાથી ખરાઅર્થમાં કોઈને તહેવાર છે તેવું લાગે તેના માટે હકુભા જાડેજા અને તેનો પરિવાર છેલ્લા કેટલાય વર્ષોથી નિમિત બની રહ્યા છે ભારતની સંસ્કૃતિ ખુબ જુની છે, અને તેમા માનવતા ભરપુર છે આ માનવતાના કારણે જ દેશના અનેક વિરલાઓ મુઠી ઉચેરૂ જીવન જીવી પ્રેરણા આપે છે., જામનગરમા પણ આવી પરંપરા 78 જામનગર ઉતર ધારાસભ્યના જીવનમા સુપેરે જોવા મળે છે, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વર્ષોથી દિવાળીની પરંપરા આગવી રીતે જાળવે છે અને આ સંવેદનાસભર અભિગમ સાથે વડીલો દિવ્યાંગો સાથે તહેવાર ઉજવે છે તેમજ એક સંદેશો આપ્યો છે કે સૌને અપનાવવો જોઇએ,

પોતાની સાદગી માટે હરહમેશ જાણીતા ધારાસભ્ય હકુભા જાડેજાએ દિવાળી વૃદ્ધાશ્રમ અને અંધાશ્રમમા ઉજવી છે, જે બીજા માટે પ્રેરણારૂપ છે ત્યારે ધારાસભ્ય હકુભાએ એમ જણાવ્યુ કે આ રીતની ઉજવણી મારા માટે આત્મસંતોષરૂપ છે,રાજકીય વિશ્લેષકો જણાવે છે કે હકુભા નાનામાં નાના માણસોની સાથે સીધો જ સંપર્ક જાળવી રાખે છે તેમની રજુઆતનો હકારાત્મક નિકાલ થાય તે માટે હકુભા જાડેજા અને તેની ટીમ હરહમેશ કટિબદ્ધ છે,

હકુભા જાડેજા સાધન સંપન્ન હોવા છતા પોતાની સાદગી અને સરળ જીવન માટે જાણીતા છે, હકુભા દરવર્ષ પોતાનો જન્મદિવસ, ધૂળેટી, અને દીપાવલી જેવા તહેવારો ધૂમધામથી ઉજવવાને બદલે એવા લોકો સાથે તહેવારોની ઉજવણી કરે છે, જેની જીંદગીમાં ખરાઅર્થમાં તહેવારોની જરૂર છે, હકુભા જાડેજા છેલ્લા કેટલાય વર્ષોથી દિવાળી સહિતના પર્વો જામનગરના રણજીતસિંહજી નિરાધાર આશ્રમ અને અંધાશ્રમ ખાતે ઉજવે છે, આજે પણ દિવાળીનો તહેવાર છે, ત્યારે હકુભા જાડેજા પોતાના પરિવાર સાથે રણજીતસિંહજી નિરાધાર આશ્રમ અને વૃદ્ધાશ્રમ ખાતે પહોચ્યા જ્યાં તે પોતે નીરધારોના પરિવારોના ભાગ હોય તેમ તેવોની સાથે ફટાકડા ફોડ્યા, મીઠાઈ પણ ખવડાવી અને દરવખતે બધાને કહે છે તેમ “કાઈ કામ હોય તો જણાવજો” કહી દરેક વૃદ્ધોના આશિર્વાદ મેળવી અને લોકઉપયોગી કર્યો કરતા રહેવાનો કોલ પણ આપ્યો હતો,

ઉપરાંત પ્રજ્ઞાચક્ષુઓને દીપાવલીની રોશનીથી મનના ચક્ષુઓ પ્રજવલીત કરવા તેઓએ અંધાશ્રમની મુલાકાત લઇ ત્યા પણ દિવાળી ઉજવી હતી, આમ વ્યક્તિ ઉચ્ચ હોદા પર આરૂઢ થયા બાદ પણ પોતાની સાદગી જાળવી અને લોકો વચ્ચે કોઈપણ અહમ વિના કેમ રહી શકાય તેની પ્રતીતિ જામનગર ઉતર બેઠકના ધારાસભ્ય હકુભા જાડેજાના સદકાર્યોમા જોવા મળે છે તેમ તેના કાર્યો પરથી લાગે છે.