જમીન માપણીમાં રી-સર્વે બાદ ક્ષતિઓનો મામલો વિધાનસભામાં ગજવતા ધારાસભ્ય ચિરાગ કાલરીયા 

આટલી મોકાણ બાદ પણ હજુ અધ...ધ...અરજીઓ પડતર પડી છે.

જમીન માપણીમાં રી-સર્વે બાદ ક્ષતિઓનો મામલો વિધાનસભામાં ગજવતા ધારાસભ્ય ચિરાગ કાલરીયા 
file image

Mysamachar.in-જામનગર:

જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જમીન રી સર્વે માં અનેક ગોટાળાઓ અને વિપક્ષ કોંગ્રેસ તો ઠીક પણ શાશકપક્ષ ભાજપના નેતાઓ પણ સરકાર સુધી રજુઆતો કરી ચુક્યા છે, ત્યારે હાલ ચાલી રહેલ વિધાનસભાના બજેટ સત્રમાં આ મામલે જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ પ્રશ્ન ઉઠાવી અને જમીન માલિકોના હિતમાં સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવો અવાજ ઉઠાવ્યો છે, ચિરાગ કાલરીયાએ વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો હતો કે...તા.31/12/2021ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં વર્ષવાર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લાવાર વર્ષવાર રાજ્ય સરકારે ખેતીની જમીનોનું રી-સર્વે (પુનઃ માપણી) કરાવેલ તે સંબંધમાં પ્રમોલગેશન થયા પછી પણ ખેડૂતોની ક્ષતિઓની સુધારણા માટે જમીનોની માપણીમાં જણાઇ આવેલ ક્ષતિઓની સુધારણા માટે કેટલી અરજીઓ મળી,મળેલ અરજીઓની વિગત નીચે મુજબ છે.

જીલ્લો જામનગર: 01-01-2020 થી 31-12-2020: 2455 જયારે 1/1/2021 થી 31/12/2021માં 8955 અને કુલ 11410 અરજીઓ મળી 

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં:01-01-2020 થી 31-12-2020:750 જયારે 01-01-2021 થી 31-12-2021માં 2998 અને 3748 અરજીઓ મળી...આવેલ આ અરજીઓ પૈકી જિલ્લાવાર કેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવેલ અને કેટલી અરજીઓ પડતર છે,

જામનગર જીલ્લામાં હજુ  7401 જયારે દેવભૂમિ દ્વારકા 3433 હજુ પણ પડતર પડી હોવાનો ચોકાવનારો આંકડો સામે આવ્યો છે,રાજ્યના મહેસુલ મંત્રીએ ચિરાગ કાલરીયાના સવાલના જવાબ સામે જણાવ્યું કે પડતર પડતર અરજીઓનો સત્વરે નિકાલ કરવા આવશે તેમ જણાવ્યું છે. ત્યારે ખેડૂતોના વ્યાપક હિતમાં તુરત કાર્યવાહી કરવા ભારપૂર્વક રજૂઆત કરી છે.