ખંભાળિયા:નયારા એનર્જી લીમીટેડ સામે ચાલી રહેલા આંદોલન ને ટેકો આપવા પહોચ્યા MLA માડમ

ત્રણ દિવસ થી ચાલી રહ્યું છે આંદોલન

ખંભાળિયા:નયારા એનર્જી લીમીટેડ સામે ચાલી રહેલા આંદોલન ને ટેકો આપવા પહોચ્યા MLA માડમ

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

છેલ્લા ત્રણ દિવસ થી જીલ્લાના ખંભાળિયા નજીક આવેલ પહેલા એસ્સાર અને હવે નયારા એનર્જી લીમીટેડ કંપની સામે વિવિધ મુદાઓને લઈને જાણે વિરોધ નો વંટોળ ઉભો થયો હોય તેમ કંપની નજીક આવેલ દેવળીયા ગામે ખેડૂત સંઘર્ષ સમિતિ અને આસપાસના ગામોના ખેડૂતો દ્વારા કંપનીના પ્રદુષણ સહિતના વિવિધ મુદાઓને લઈને ત્રણ દિવસ પૂર્વે “પ્રદુષણ સામે પ્રદર્શન” નામથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો..અને ત્યારથી અહી આંદોલન ની શરૂઆત થઇ છે.અને દરરોજ અહી ગામોના ખેડૂતો પ્રતિક ઉપવાસપર બેસીને કંપની સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે.

એવામા આજે જામનગર જીલ્લાના પૂર્વ સાંસદ અને ખંભાળિયા બેઠક ના કોંગી ધારાસભ્ય વિક્રમ માડમ પણ છાવણીમા પહોચ્યા હતા,જ્યાં તેવોએ કલાકો સુધી આગેવાનો અને ગ્રામજનો સાથે આંદોલન બાબતે મંત્રણાઓ કરી અને સમસ્યાઓ તંત્ર સુધી પહોંચાડવાની વાત કરી હતી,

જે બાદ વિક્રમ માડમ એ મીડિયા સાથે વાતચીત કરતા ગંભીર આક્ષેપો કરીને જણાવ્યું હતું કે કંપની શરૂ કરતાં સમયે થયેલ કરાર નું પાલન ના થતા આસપાસના ગામોના શિક્ષિત યુવાનો બેરોજગાર રખડે છે,તો વધુમાં પાણી ઝેરીલું બની જતા પાણી પીવાલાયક કે ખેતીલાયક પણ રહ્યું નથી,અને કાગળ પર ૮૭% લોકોને રોજગારી આપી દેવામાં આવી હોવાનો દાવો કંપની દ્વારા કરાઈ રહ્યો છે,જયારે આ અંગેની યાદી ધારાસભ્ય દ્વારા માંગવામાં આવી તો ગુપ્ત માહિતી હોવાનું કંપની જણાવી રહી છે,આ મામલે કંપની અને તંત્ર એ સ્થાનિકોના ન્યાય મળે તે રીતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ..વધુમાં વિક્રમ માડમ એ નયારા કંપની સામે ચાલી રહેલા આ આંદોલન ને પોતાનો સંપૂર્ણ ટેકો આપવાની જાહેરાત કરી છે.