મિશન ન્યુ ઇન્ડિયાની ટીમે CM, પ્રદેશપ્રમુખ, સહીત દિગ્ગજ નેતાઓની ગાંધીનગર ખાતે કરી મુલાકાત

વિવિધ સેવાકાર્યો કરવા માટે ટીમના સભ્યો હમેશા કટીબદ્ધ

મિશન ન્યુ ઇન્ડિયાની ટીમે CM, પ્રદેશપ્રમુખ, સહીત દિગ્ગજ નેતાઓની ગાંધીનગર ખાતે કરી મુલાકાત

Mysamachar.in-જામનગર

મિશન ન્યુ ઇન્ડિયાના પ્રદેશ મહામંત્રી સાગરભાઇ ફલીયાના નેતૃત્વમાં મિશન ન્યુ ઇન્ડિયા જામનગર અધ્યક્ષ પરેશભાઈ દોમડીયા તેની ટીમ સાથે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર ઋત્વિજ પટેલ અને પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની મુલાકાત લઇ વિવિધ ચર્ચાઓ કરી અને દિગ્ગજ નેતાઓનું અમુલ્ય માર્ગદર્શન મેળવ્યુ હતુ, અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર મિશન ન્યુ ઇન્ડિયાના અધ્યક્ષ પરેશભાઈ દોમડીયા અને તેમની ટીમનુ નામ અને કામ જામનગરના લોકો બખૂબી જાણે છે,

જનસેવાના કાર્યો માટે તેની ટીમ હંમેશા ખડેપગે હોય છે, હાલમા કોરોનાની મહામારી બેકાબુ બની એવા કપરા સમયે મિશન ન્યુ ઇન્ડિયા અને પરેશભાઈ દોમડીયા દ્વારા હારશે કોરોના અને જીતશે ગુજરાત અંતર્ગત કોરોનાના રેપિડ ટેસ્ટના સોસાયટીઓમાં સામુહિક આયોજનના ગોઠવવામાં આવ્યા હતા સાથે જ કોરોનાથી બચી શકાય તે માટે હોમિયોપેથીની ગોળીઓ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ટીમ દ્વારા ઉકાળાનુ વિતરણ પણ મોટીમાત્રામાં કરવામાં આવ્યું હતું,

આ ટીમ ગાંધીનગર ખાતે નેતાઓની મુલાકાત માટે પહોચી હતી જેમાં જામનગર મિશન ન્યુ ઇન્ડિયાના અધ્યક્ષ પરેશભાઈ દોમડીયા સહદેવસિંહ જાડેજા સુનિલભાઈ મહેતા રાજુભાઈ કારીયા અજયભાઈ નિમાવત ગૌરવભાઈ દોમડીયા અનીશભાઈ રામાણી અલ્પેશસિંહ રાઠોડ હિતેશભાઈ દોમડીયા સહિતના જોડાયા હતા.