મંત્રીપદ: My samachar.inનું અનુમાન એકદમ સટીક પૂરવાર

અત્યારે ભૂપેન્દ્ર પટેલ સાથે શપથ લેનારાં મંત્રીઓની મહત્વની બેઠક: બપોરે 156 ધારાસભ્યો વડાપ્રધાન સાથે લંચ લેશે 

મંત્રીપદ: My samachar.inનું અનુમાન એકદમ સટીક પૂરવાર

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

જામનગર અને દ્વારકા સહિત સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું વાવાઝોડું ફૂંકાયું અને પાર્ટીનાં 156 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા પછી, સર્વત્ર મંત્રીપદ અંગે ચર્ચાઓ શરૂ થયેલી. જેમાં My samachar.in દ્વારા હાલારમાં કોને કોને મંત્રીપદ અંગે વ્યક્ત કરવામાં આવેલું રાજકીય અનુમાન એકદમ એટલે કે સો ટકા સટીક પૂરવાર થયું છે. 

ગત્ શનિવારે અત્રે લખવામાં આવ્યું હતું કે, જામનગર અને દ્વારકા જિલ્લાએ 6 વિજેતાઓ આપ્યા હોય, આ બંને જિલ્લાઓને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ આપવા ભાજપા દ્વારા હાલારના નીવડેલા અને લોકો વચ્ચે રહેવાની માનસિકતા ધરાવતાં, સરળ અને અનુભવી નેતાઓ તરીકે રાઘવજી પટેલ અને મુળુભાઇ બેરાનો મંત્રીમંડળમાં સમાવેશ શક્ય છે. આ અનુમાનને કાલે રવિવારે રાત્રે સમર્થન મળ્યું છે.

રાઘવજી પટેલ અને મુળુભાઇ બેરાએ My samachar.in સાથેની વાતચીતમાં કાલે રવિવારે રાત્રે જણાવ્યું છે કે, મંત્રીપદ અંગે તેઓને બંન્નેને ગાંધીનગરથી ફોન આવ્યો છે. આજે મુખ્યમંત્રી સાથે આ બંને વરિષ્ઠ નેતાઓ પણ મંત્રીપદનાં શપથ લેશે. ગાંધીનગરથી મળતો અહેવાલ જણાવે છે કે, અત્યારે સાડા દસ વાગ્યે સંભવિત મંત્રીઓ સાથે ભૂપેન્દ્ર પટેલ બેઠક યોજશે. જરૂરી વિચાર વિમર્શ કરશે. બપોરે બાર વાગ્યે ભાજપાનાં તમામ 156 ધારાસભ્યો વડાપ્રધાન સાથે હોટેલ લીલામાં ભોજન લેશે અને બાદમાં બપોરે બે વાગ્યે પાટનગરમાં હેલિપેડ મેદાનમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓની શપથવિધિ યોજાશે. આ શપથવિધિ સમારોહમાં વિવિધ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. નરેન્દ્ર મોદી તથા અમિત શાહ નવી સરકારને માર્ગદર્શન આપશે.