તાઉતે વાવાઝોડા, દેવભૂમિ દ્વારકા ખાતે રાજયમંત્રી ધર્મેન્દ્ર્સિંહ જાડેજાની હાજરી, રૂપેણ બંદરની મુલાકાત લઇ તંત્રની વ્યવસ્થાઓની સમીક્ષા કરી

તાઉતે વાવાઝોડા, દેવભૂમિ દ્વારકા ખાતે રાજયમંત્રી ધર્મેન્દ્ર્સિંહ જાડેજાની હાજરી, રૂપેણ બંદરની મુલાકાત લઇ તંત્રની વ્યવસ્થાઓની સમીક્ષા કરી

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

‘તાઉતે’ વાવાઝોડાના સંભવિત ખતરા સામેની લડાઇમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વહિવટીતંત્ર સજ્જ બન્યું છે. રાજયના અન્ન અને નાગરિક પુરવઠામંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની દ્વારકા ખાતેની મુલાકાત દરમ્યાન તેઓએ જણાવ્યુંં કે જિલ્લાના રૂપેણ, ઓખા, સલાયા, લાંબા બંદરોમાંથી દરિયાકાંઠાના વિસ્તારના 12 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરેલ છે. તેઓને સલામતી માટે શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવેલ છે. બંદરના આગેવાનો સાથે મંત્રીએ બેઠક કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને લોકોને સાથ સહકાર આપવા અપીલ કરી હતી. જિલ્લામાં બિલકુલ જાનહાનિ ન થાય તે માટે તકેદારી રાખવા સુચન કર્યું હતું. વાવાઝોડાની અસરને પહોંચી વળવા સજજ થયેલ વહિવટીતંત્રને માર્ગદર્શન આપ્યું હતું.

રાજયના મુખ્યયમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં સંભવિત વાવાઝોડાનો ખતરો ટળી ન જાય ત્યાંહ સુધી મંત્રીઓને જિલ્લાના સ્થળે તંત્રને જરૂરી માર્ગદર્શન કરવા અને થયેલ કાર્યવાહીની સમીક્ષા કરવા ખડેપગે તૈનાત છે એમ મંત્રીએ જણાવ્યું હતું. ભગવાન દ્વારકાધિશ, હર્ષદમાતા અને ભગવાન સોમનાથ દાદાના આશીર્વાદથી આ વાવાઝોડું ગુજરાતમાંથી ટળી જાય એ માટે પ્રાર્થના કરી હતી. જિલ્લામાં એનડીઆરએફની 3 ટીમ તથા એસડીઆરએફની 2 ટીમ સંભવિત વાવાઝોડાના ખતરા સામે પહોંચી વળવા તૈનાત છે ત્યારે ગમચેતીના પગલારૂપે સ્થળાંતર કરાયેલ લોકોને શેલ્ટર હોમમાં રાખવામાં આવેલ છે. મંત્રીએ શેલ્ટર હોમમાં સ્થાળાંતર કરાયેલ લોકોને જીવન જરૂરી બધી જ ચીજ વસ્તુકઓ મળી રહે તે માટે ખાસ સુચન કર્યું હતું.

મંત્રીએ રૂપેણ બંદરથી સ્થબળાંતર કરાયેલ દરીયાકાંઠાના વિસ્તારની મુલાકાત લીધી હતી. દ્વારકા પ્રાંત અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ટાટા કંપની અને ઘડી કંપની તરફથી ફુડપેકેટ તૈયાર કરીને લોકો સુધી પહોંચાડવામાં આવી રહયા છે. આ સમીક્ષા બેઠકમાં પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા, નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા, મામલતદાર એસ.એસ. કેશવાલા, પી.આઇ પી.બી. ગઢવી વગેરે સાથે જોડાયા હતા.

-‘તાઉતે’ વાવાઝોડાના પગલે દ્વારકાના 953 માછીમારોએ પોતાની બોટો સલામત સ્થહળે લાંગરી

હવામાન વિભાગ દ્વારા તાઉતે વાવાઝોડાની આગાહી કરવામાં આવેલ છે. જે મુજબ તા.17/05/21 થી 19/05/2021 સુધી દેવભુમિ દ્વારકા જિલ્લામાં તેની અસર થવાની સંભાવના છે. જેના પગલે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સંપુર્ણ તૈયારીઓ કરી દીધી છે. દરિયાકાઠાના 61 તથા અન્યન 44 મળી કુલ 105 અસરગ્રસ્ત ગામોના 140 આશ્રય સ્થાનો પર કુલ 12319 પૈકી 11609 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે.

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આ સમયગાળામાં માછીમારો દરિયો ન ખેડે એ માટે તેમને સુચના આપવામાં આવી છે. જેના પગલે દ્વારકાના 953 માછીમારોએ સાવચેતીના પગલારૂપે પોતાની હોડીઓ કીનારા પર સલામત સ્થળે લાંગરી દીધી છે. વાવાઝોડાના સમયે શું સાવચેતી રાખવી એની સંપુર્ણ માહિતી દ્વારકાના માછીમારોને આપવામાં આવી છે. વાવાઝોડાથી લોકોને બિલકુલ જાનહાનિ ન થાય એ માટે માછીમારોને એમના પરિવાર સહિત સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

-‘તાઉતે’ વાવાઝોડા સંદર્ભે જિલ્લા મેજેસ્ટ્રેટ દ્વારા જરૂરી નિયંત્રણ અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ્ કરાયું

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ બુલેટીન મુજબ અરબી સમુદ્રમાં ડીપ ડ્રીપ્રેશન સર્જાતા સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં તા.17-05-2021 થી તા.18-05-2021 દરમ્યાંન તાઉ તે વાવાઝોડા અન્વ‍યે ભારે વરસાદ થવાની સંભાવના છે. જે સબબ સાવચેતીના ભાગરૂપે ડો. નરેન્દ્ર કુમાર મીના, જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તાિરમાં તા.18-05-2021ના રાત્રીના 12-00 કલાક સુધી અતિ આવશ્યક સંજોગો સિવાય કોઇપણ વ્યક્તિએ ઘરની બહાર નિકળવું નહી. કાચા મકાનમાં તથા નીચાવાળા વિસ્તાેરોમાં વસતા લોકોને સલામત સ્થોળોએ (પાકા મકાનમાં) ખસી જવા જણાવવામાં આવે છે.

જો પાકા મકાનની અન્યે વ્યવસ્થા ન હોય તો જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ આશ્રય સ્થાનોમાં આશ્રય લેવો. દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાકાંઠાથી 200 મીટર સુધીના વિસ્તારમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. દરિયામાં કોઇપણ પ્રકારની બોટ કે માછીમારીનું સાધન લઇ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.આ જાહેરનામું ફરજ પરના અધિકારી/કર્મચારીઓને તેમજ ખાસ હુકમથી જે કોઇને મુક્તિ આપવામાં આવેલ છે તેવા વાહનો તથા વ્યક્તિઓને લાગુ પડશે નહી. જાહેરનામાના ઉલ્લંઘન કરના વ્યક્તિ ફોજદારી અધિનિયમ-1860 અન્વયે કાનૂની કાર્યવાહીને પાત્ર થશે.