બંધ થયેલ 500 અને 1000 ની લાખોની નોટો ફરી ઝડપાઈ 

સ્કુલબેગમાંથી પોલીસે કાઢી 

બંધ થયેલ 500 અને 1000 ની લાખોની નોટો ફરી ઝડપાઈ 

Mysamachar.in-ગોધરા:

વર્ષ 2016માં કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી જાહેર કરી અને 500 અને 1000 અને જૂની એટલે કે તે સમયે ચલણમાં હતી તે નોટો રદ (બંધ)કરવાનો નિણર્ય લેવામાં આવ્યો હતો, પણ આટલા વર્ષો બાદ પણ આ જૂની રદ થયેલ લાખોની નોટો ક્યાક ને ક્યાંક મળી આવવાનો સિલસિલો જાણે અવિરત હોય તેમ લાગે છે, આવો જ લાખોની નોટોનો જથ્થો ગોધરા નજીકથી પોલીસે ઝડપી પાડ્યો છે, દાહોદ જિલ્લાના મુવાલીયા ગામે રહેતા રાકેશભાઇ ભુરીયા તેમજ મોટી ખરજ ગામે રહેતા બદીયાભાઇ મીનામાનાઓ ભેગા મળીને સફેદ કલરની સ્કોર્પીઓ ગાડીમાં ભારત સરકારે રદ કરેલી ચણલી નોટો જથ્થો લઇને દાહોદથી ગોધરા નજીક ગઢ ચુંદડીગામના ખરોલ માતાના મંદીર પાસે આવવાના છે.અને તેઓની સાથે લીમખેડા તાલુકાના લુખાવાડા ગામના નિલેશભાઇ  પટેલ તથા રંગીતભાઇ પટેલનાઓ બાઇક લઇને સોદો કરવા આવનાર છે.

તેવી બાતમી ગોધરા એલસીબીને બાતમીના આધારે પોલીસે ગઢ ચુંદડી ગામે ખરોલ માતાના મંદિર તરફના રસ્તા ઉપર નાકાબંધી કરી હતી.બાતમીવાળી સ્કોર્પીઓ ગાડી અને બાઇક આવતાં પોલીસે ચાર શખ્સોને પકડી પાડયા હતા.ગાડીમાં તપાસ કરતાં સ્કુલ બેગમાંથી ભારત સરકારે રદ કરેલી રૂ 500ના દરની કુલ 9169 નોટી કિ.રૂ 45,84,500, રૂ 1000ના દરની કુલ 296 નોટો કિ.રૂ 2,96,000 રૂ.48,80,500 ની ચલણી નોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગાડી, 4 મોબાઇલ, એક બાઇક મળીને કુલ 53.10 લાખનો મુદ્દામાલ કબજે કરીને ગોધરા તાલુકા પોલીસ મથકને સોપીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.