Mysamachar.in-જામનગર
આપણે ત્યાં કોઈને એવી લાલચ આપવામાં આવે કે તમને જગુઆર, ઓડી કે BMW કાર લાગી છે, તો કોઈ પણ લલચાઈ જાય પણ આ લાલચ બુરી બલા છે, અને જો કોઈ એક વખત લાલચમાં આવી જાય અને સામેવાળાને તેની ખબર પડી જાય તો તે મોટી છેતરપીંડી પણ થઇ શકે છે, જામનગર શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે, જેમાં પ્રાઈવેટ નોકરી કરતા અને 58 દિગ્વિજય પ્લોટમાં ઘાણીની સામે વસવાટ કરતા કિરીટ રણછોડભાઈ માંડલિયાએ નોંધાવેલ ફરિયાદ પ્રમાણે આરોપીઓ જૈમિન પ્રદીપકુમાર ડાયમેકર જેઓએ પોતાની ઓળખ આર.કે.પટેલ તરીકે આપેલ ઉપરાંત ચાર્મિબેન ડાયમેકર, અશોકકુમાર શર્મા, માનસીબેન આર.પરીખ, રાજેશભાઈ એમ પરીખ, અજયકુમાર શર્મા અખીલેશ કુમાર, રીન્કુ રાઠોડ, હર્ષિત સુરાણી, જયનંદન એચ રાય આરોપીઓમાંથી મોટાભાગના અમદાવાદના રહેવાસી છે.
આ તમામે અલગ અલગ રીતે ફરિયાદી કિરીટભાઈને પોલીસીના નામે તેમજ કંપનીના પોલીસી ધારક તરીકે લક્કી ડ્રોમાં નામ ખુલેલ છે અને કંપની દ્વારા ઓડી કાર તથા બી.એમ.ડબલ્યુ કાર તથા જેગુઆર આમ ત્રણ ગાડીઓ અલગ અલગ સમયે કિરીટભાઈને લાગેલ છે તેવી લોભામણી વાતો કરી અને તેની જાળમાં ફસાવી લીધા બાદ કિરીટભાઈ પાસેથી અલગ અલગ સમયે ટુકડે ટુકડે રૂ.4,23,100/- રૂપીયા આંગડીયા દ્વારા તેમજ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પાસેથી ટ્રાન્સફર કરાવડાવી તેમજ અશોકકુમાર શર્માએ રૂ.1,74,000/- ફરી. પાસેથી પોલીસીના નામે લોભામણી વાતો કરી પોલીસીના નામે રોકડા રૂપીયા લઇ જઇ આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી અને આ કાવતરાને અંજામ આપી ફરિયાદી સાથે વિશ્વાસધાત તથા છેતરપીંડી કરી કુલ રૂ.5,97,100/- જેવી માતબર રકમ છળકપટથી મેળવી લીધાની ફરિયાદ એ ડીવીઝનમાં પહોચતા પોલીસે આઈ.પી.સી કલમ 406, 420, 114 ગુન્હો નોંધી વધુ તપાસ પ્લોટ ચોકી પીએસઆઈ ને સોંપવામાં આવી છે.