દુધની ગાડી, દારૂની હેરફેર...!

અમુલના દૂધના વાહનમા દારૂની પેટીઓ સંતાડીને હેરાફેરી

દુધની ગાડી, દારૂની હેરફેર...!

Mysamachar.in-રાજકોટ

રાજકોટ જિલ્લાના ગોંડલમા દારૂની હેરાફેરી કરવાનો બુટલેગરોનો નવો કીમિયો સામે આવ્યો છે, જેમા અમુલના દૂધના વાહનમાં દારૂની પેટી સંતાડીને હેરાફેરી કરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે,ગોંડલના વાસાવડ ગામે અમુલ દુધની બોલેરો જીપમાં દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આથી બોલેરો જીપ પસાર થતા ડ્રાઇવર પોલીસને જોઇ જતા ગાડી ભગાવી મુકી હતી. પરંતુ પોલીસે તેનો પીછો કરી તપાસ કરતા ત્રણ લાખ જેટલી કિમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી એકની ધરપકડ કરી છે. તેમજ અન્ય બેની શોધખોળ હાથ ધરી છે. દુધની ગાડીની  અંદર તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની પેટી નંગ 91 કિંમત રૂપિયા 327601 મળી આવતા બોલેરો ગાડી, મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 928100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ઈલિયાસ  કૈડાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી