જામનગર:મેયર એક નજર અહિયા પણ કરજો...

આ દ્રશ્ય એક દિવસનું નહિ પરંતુ બારેમાસનું છે..

mysamchar.inજામનગર

આમ તો જામનગર શહેર માં જ્યાં નજર કરો ત્યાં ટ્રાફિક ની સમસ્યા શિરદર્દ સમાન છે..આડેધડ થતા વાહનના પાર્કિંગ અને રેકડાપથારાવાળા નો હદ વટાવી ચુકેલા ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે...પણ શહેરમાં વધી રહેલ આ સમસ્યાને  લઈને મનપા દ્વારા કોઈ એવા ઉપાયો પોલીસતંત્ર સાથે મળીને કરવામાં નથી આવતા જેનાથી આ સમસ્યા ઓછી થઇ શકે...એવામા ઉપરના વિડીયોમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે દ્રશ્ય જામનગરના દરબારગઢપોલીસ ચોકીથી શાકમાર્કેટ તરફ જતો રસ્તો છે.....સવાર પડતાની સાથે જ અહી શાકબકાલાનીરેકડીઓ અને પથારાવાળાઓ ના થપ્પા ના થપ્પાઓ અહી લાગી જાય છે...અને આ દ્રશ્ય એક દિવસનું નહિ પરંતુ બારેમાસનું છે..છતાં પણ લગત તંત્ર જેમ કે પોલીસ કે મનપાની એસ્ટેટ શાખા ની નજર કોઈપણ કારણોસર અહિયા સુધી પહોચતી નથી..તે વાત જ આશ્ચર્ય પમાડે તેવી છે..અત્યારસુધી તો ઠીક પણ હવે ખુદ મેયર પણ જે દ્રશ્ય ઉપર વિડીયોમાં જોવા મળે છે તેની નજીક જ રહે છે..ત્યારે શું આ કાયમીની ટ્રાફિક ની સમસ્યાનું સમાધાન થશે કે પછી.......

સ્થાનિકો તો એવું પણ કહે છે કે અહી થી જો કોઈ દર્દીને ૧૦૮ મારફત લઇ જવા હોય તો પણ લોઢાના ચણા ચાવવા જેવું બની જાય છે...તો હવે નવનિયુક્ત મેયરની ગાડી અહીંથી કેમ પસાર થતી હશે..હા કદાચ તેમાં સાઈરન હશે એટલે???આવો વેધક સવાલ પણ લોકોને મનમાં ઉઠી રહ્યો છે...ત્યારે લોકો કહે છે કે મેયર શ્રી એક નજર ઇધર ભી....