હદ થઇ ગઈ..જી.પંચાયતમાં ખુદ શાશકપક્ષના સભ્યએ જ ખોલી ભ્રષ્ટાચારની પોલ..

જાણો શું છે મામલો.?

હદ થઇ ગઈ..જી.પંચાયતમાં ખુદ શાશકપક્ષના સભ્યએ જ ખોલી ભ્રષ્ટાચારની પોલ..

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે અન્ય એજન્ડાઓ સાથે માર્ગ અને મકાન વિભાગના કામોને લઈને ગંભીર આક્ષેપો અને ફરિયાદો થી ગાજી ઉઠતા વધુ એક વખત માર્ગ અને મકાન વિભાગ ચર્ચાની એરણે આગામી દિવસોમાં ચઢે તો નવાઈ નહિ..

જીલ્લા પંચાયત પ્રમુખ નાયાનાબને માધાણી ના અધ્યક્ષસ્થાને આજે મળેલ સામાન્યસભામાં ૧૫ એજન્ડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો,જેમાં અધિકારીઓ અને જીલ્લાપંચાયતના શાશકપક્ષ કોંગ્રેસના સભ્યો વચ્ચે ચકમક ઝર્યા બાદ એજન્ડા ના મુદા નંબર ૧૪ ના બાંધકામ વિભાગ દ્વારા પવનચક્કી અને પટેલકોલોની પાસે આવેલ સરકારી ક્વાર્ટર ના  મરામતના કામોમાં કરવામાં આવેલ ખર્ચ અંગે વિવાદ થતા આ મુદ્દો નામંજુર કરતા થોડીવાર માટે હોબાળો મચી જવા પામ્યો હતો,

દરમિયાન જીલ્લા પંચાયતની સામાન્યસભામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલ કામોમાં ગેરરીતી નો મામલો કેન્દ્રસ્થાને રહ્યો હોય તેવું જોવા મળ્યું હતું,સામાન્યસભાની પ્રશ્નોતરી દરમિયાન શાશકપક્ષના સભ્ય અને શિક્ષણ સમિતિની ચેરમેન મોહનભાઈ પરમારે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કામોમા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર મામલે આક્ષેપો કરીને કામની લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા સામાન્યસભામાં સોંપો પડી જવા પામ્યો હતો,મોહનભાઈ પરમારના પ્રશ્ન સામે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જસવંત પરમાર જવાબ આપવામાં ગલ્લાંતલ્લાં કરી (સ્ટીરીયોટાઈપ) જવાબ આપી તપાસ કરાવી લેશું તેવું જણાવતા વગોવાયેલા માર્ગ અને મકાન વિભાગના કરતુત વધુ એક વખત ઉજાગર થઇ છે,

મોહનભાઈની રજૂઆત એવી હતી કે જોડિયા તાલુકાના મોરાણા ગામે ભેંસદ્ડ તરફ જવાના રસ્તે બનાવવામાં આવેલ સુવિધાપથ બન્યો તેને માંડ એકવર્ષ જેટલા સમયગાળામાં જ ફૂટ ફૂટ ના ઠેર ઠેર ગાબડાઓ પડી ગયા હોવા સાથે આ કામમાં મોટાપાયે ગેરીરીતી અને નાણાકીય ઉચાપત થયેલ હોવાના આક્ષેપો સાથે સભામાં લેખિતમાં ફરિયાદ કરી છે,અને આ મામલે તટસ્થ તપાસ કરી કસુરવારો સામે પગલા  ભરવામાં આવે તેવી પણ તેવોએ માંગ કરી છે,

આમ આજે સામાન્યસભામાં વધુ એક વખત વગોવાયેલ માર્ગ અને મકાન વિભાગની પોલ બીજા કોઈએ નહિ પરંતુ ખુદ પંચાયતના શાશકપક્ષના સભ્યએ જ ખોલી નાખતા ભારે આશ્ચર્ય સાથે આ વિભાગની કામગીરી શંકા ના દાયરામાં આવી છે,

અધિકારીઓ કોઈને ગાંઠતા નથી:વિપક્ષ નેતા:જીલ્લા પંચાયત

આજે મળેલ સામાન્યસભામાં શાશકપક્ષે તો હૈયાવરાળ ઠાલવી પણ રાજ્યમાં જેની સતા છે તે ભાજપ હાલ પંચાયતમાં વિપક્ષમા હોય,આજે વિપક્ષ (ભાજપ) ના નેતા હસુભાઈ કણજારીયાએ સભામાં અધિકારીઓ કોઈને ગાંઠતા ના હોવા સાથે જ પ્રશ્નોત્તરી દરમિયાન માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જશવંત પરમાર ને સામાન્યપેચવર્ક ના કામો બાબતે આડેહાથ લીધા હતા,અને અધિકારીઓ પેધી ગયા હોય કોઈને ગાંઠતા ના હોય તેવો આક્ષેપ કરતાં અધિકારીઓની નીતિરીતિ સામે પણ સવાલો ઉભા થયા હતા.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.