સંવેદનશીલ દ્વારકા જીલ્લામાં મહારાષ્ટ્રનો શખ્સ કરોડોની કીમતના MD ડ્રગ્ઝ સાથે ઝડપાયો

આરાધનાધામ નજીક પોલીસના સંયુક્ત ઓપરેશનને સફળતા મળી 

સંવેદનશીલ દ્વારકા જીલ્લામાં મહારાષ્ટ્રનો શખ્સ કરોડોની કીમતના MD ડ્રગ્ઝ સાથે ઝડપાયો
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

વિસ્તારની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ માનવામાં આવતા દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વિશાળ દરિયાઈ વિસ્તાર આવેલો છે, અને વિવિધ સુરક્ષા એજન્સીઓની નજર આ વિસ્તાર પર સતત રહેતી હોય છે, ત્યારે અગાઉ પણ દરિયાઈ માર્ગે કેટલીય વખત અહી ડ્રગ્ઝ સહિતના માદક દ્રવ્યોની હેરફેર સામે આવી ચુકી છે ત્યારે આવી જ વધુ એક હેરફેરનો પર્દાફાશ પોલીસની સંયુક્ત ટીમો દ્વારા કરવામાં આવ્યો છે,

દ્વારકા એસપી સુનીલ જોશીના જણાવ્યા પ્રમાણે દ્વારકા એલસીબી અને એસઓજી દ્વારા મહારાષ્ટ્રના એક શખ્સને 15 કિલો જેટલા એમડી ડ્રગ્ઝ સાથે ઝડપી પાડ્યો છે તેની પૂછપરછ અને ફરિયાદ નોંધવા અંગેની તજવીજ ચાલી રહી છે, આંતરરાષ્ટ્રીય બજારમાં આ એમડી ડ્રગ્ઝની કીમત કરોડોમાં થવા જાય છે.અને આ અંગેની સતાવાર વિગતો થોડા કલાકોમાં જાહેર કરવામાં આવશે તેમ તેવોએ જણાવ્યું હતું.