માવઠાએ ભારે કરી...કલ્યાણપુરમાં દોઢ તો ખંભાળિયામાં પોણો ઇંચ કમોસમી વરસાદ પડ્યો 

દ્વારકા જિલ્લામાં ભરશિયાળે વરસાદી માહોલ

માવઠાએ ભારે કરી...કલ્યાણપુરમાં દોઢ તો ખંભાળિયામાં પોણો ઇંચ કમોસમી વરસાદ પડ્યો 
file image

Mysamachar.in:દેવભૂમિ દ્વારકા 

છેલ્લા બે દિવસથી જામનગર અને દેવભૂમિ દ્વારકા સહીત સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે, આ પલટા વચ્ચે ક્યાંક માવઠા રૂપી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી માવઠાનું જોર જાણે વધ્યું હોય તેમ લાગે છે, કમોસમી માવઠાને કારણે આજે સવારે ખંભાળિયામાં 13 મિલીમીટર અને કલ્યાણપુર તાલુકામાં નોંધપાત્ર 36 મિલીમીટર વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત આજે સવારે ભાણવડ પંથકમાં પણ વરસાદના જોરદાર ઝાપટા વરસ્યા હતા. આજના આ કમોસમી અને મુશળધાર વરસાદના પગલે માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા અને વાતાવરણ ટાઢું બોળ થયું હતું.આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં 40 અને ખંભાળિયા તાલુકામાં 15 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે ભાણવડ તાલુકામાં ત્રણ અને દ્વારકા તાલુકામાં બે મી.મી. વરસાદ નોંધાયો હતો.આ તરફ જામનગર શહેરમાં 1 મીમી, લાલપુરમાં 4 અને જામજોધપુરમાં 2 મીમી વરસાદ નોંધાયો છે.