હાહાકાર:એક જ પરિવારના 7 સભ્યોનો સામૂહિક આપઘાત  !!

પરિવારના 6 સભ્યોએ ઝેર પીધું, સાતમા સભ્યનો ગળાફાંસો, મૃતકોમાં બે બાળક.....

હાહાકાર:એક જ પરિવારના 7 સભ્યોનો સામૂહિક આપઘાત  !!
symbolice image

Mysamachar.in-સુરત:

આપઘાત કરુણ ઘટના છે અને એક જ પરિવારના તમામ સભ્યો સામૂહિક આપઘાત કરે એ ઘટના કોઈપણ માણસને હચમચાવી મૂકે. આવી એક ઘટના જાહેર થતાં સમગ્ર સુરત શહેરમાં હાહાકાર મચી ગયો છે. સુરતના અડાજણ વિસ્તારની આ ઘટના હમણાં જ જાહેર થઈ. જો કે આ ભયાનક ઘટનાનું કોઈ કારણ હાલ બહાર આવ્યું નથી. સમગ્ર ઘટના હાલ તપાસ માગી લે તેવી છે. સમગ્ર સુરત સહીત રાજ્યમાં સર્વત્ર આ જ ચર્ચાઓ થઈ રહી છે.

અડાજણ વિસ્તારની સિધ્ધેશ્વર સોસાયટીમાં આ કરુણ ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. પરિવારના 6 સભ્યોના મોત ઝેરથી અને એકનું મોત ગળાફાંસાથી થયું હોવાનું પોલીસે જાહેર કર્યું છે. સમગ્ર વિસ્તારમાં અને સુરત શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ સાત મૃતકોમાં બે બાળકો છે. આ ઘટના પાલનપુર પાટીયા નજીક નૂતન રો હાઉસ સામેની સોસાયટીમાં બની છે. સાત સભ્યોના આ સમગ્ર પરિવારે એક જ ઓરડામાં આપઘાત કર્યા છે. પોલીસે તમામ સાત મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જો કે આ સામૂહિક આપઘાત પાછળનું કારણ હજુ જાહેર થયું નથી. 

જો કે પોલીસને ટાંકીને એવો રિપોર્ટ મળે છે કે, આ ઘટના પાછળ પરિવારની આર્થિક ખેંચ કારણભૂત હોવાનું સમજાઈ રહ્યું છે. પરિવારનો મોભી સુથારીકામ કરતો હતો અને તેને કોઈ આર્થિક લેણાદેણીના કારણોથી જીવ ટૂંકાવ્યો છે, આ વિગતો ઘરમાંથી મળી આવેલી એક ચિઠ્ઠીમાં લખાયેલી છે. જો કે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.