પરણિત યુવકે યુવતીને ફ્રેન્ડશીપની જાળમાં ફસાવી કર્યું આવું અને થયો ફરાર ..

જાણો ક્યાંનો છે કિસ્સો..

પરણિત યુવકે યુવતીને ફ્રેન્ડશીપની જાળમાં ફસાવી કર્યું આવું અને થયો ફરાર ..

Mysamachar.in-સુરત:

આજના સમયમાં ટેકનોલોજીનો જેટલો સદઉપયોગ છે તેનાથી વધુ દુરુપયોગ વધી રહ્યો હોય તેવા અનેક કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે,એવામાં સુરતની એક યુવતીને ફ્રેન્ડશીપની જાળમાં ફસાવીને એક યુવક ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે,

વાત એવી છે કે સુરતના બેગમપુરા વિસ્તારમાં વસવાટ કરતી યુવતીને લગ્નની લાલચ આપીને ગર્ભવતી બનાવી યુવક નાશી છુટ્યો છે,થોડાસમય પૂર્વે યુવકે યુવતીને  મિસ્ડકોલ કરી ફ્રેન્ડશીપ કર્યાબાદ પ્રેમજાળમાં ફસાવી વારંવાર શારીરિક શોષણ કરવા સાથે પોતે પરિણીત હોવાની વાત પણ આરોપી યુવકે છુપાવી રાખી હતી.

બેગમપુરામાં મોતી ટોકીઝ પાસે રહેતી 28 વર્ષીય યુવતીને વર્ષ 2013માં અજાણ્યા નંબર પરથી મિસ્ડકોલ આવ્યો હતો.યુપીના રામુપર ખાતે સાદીની મડિયા ખાતે રહેતા 30 વર્ષીય અરમાન રૂસ્તમઅલી હુસેનએ મિસ્ડકોલ કર્યાબાદ કોલ કરી યુવતી સાથે ફ્રેન્ડશિપ કરી હતી. અરમાન સુરતના લાલવાડી વિસ્તારમાં લેસપટ્ટીના કારખામાં નોકરી કરતો હતો.જેથી યુવતી અને યુવક  વચ્ચે મુલાકાતો પણ થતી હતી.

પ્રેમજાળમાં ફસાવ્યા બાદ અરમાને પીડિતા સાથે લગ્ન કરવાની લાલચ આપી પીડિતા સાથે શારીરિક સબંધો પણ બાંધ્યા હતા,જેના પગલે યુવતીને ગર્ભ રહી ગયો હતો. પીડિતા લગ્ન કરવાની વાત કરે તો યેનકેન પ્રકારે તે બહાના કાઢી છટકી જતો હતો. પીડિતાને શંકા જતા તેણીએ તપાસ કરાવી તો અરમાન પહેલાથી જ પરિણીત હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

વાતમા ને વાતમાં ફેબ્રુઆરી માસમાં અરમાન ભાગી ગયો હતો અને તેનો મોબાઇલ પણ બંધ આવતા આખરે પીડિતાએ પોલીસનું શરણું લીધું છે,પીડિતાને હાલ 8 માસનો ગર્ભ છે.સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે અરમાન હુસેન સામે બળાત્કારનો ગુનો નોંધી પીડિતા યુવતીની મેડીકલ તપાસણી અને જરૂરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.