Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
હાલારના બેય જિલ્લાના અમુક ક્લાસીસ અને અમુક શાળાઓના સંચાલકો ભુલકાઓ ઉપર ઝળુંબતા જોખમ પોતે જ સર્જે છે અને ચિંતા પણ ન કરતા અમુક વાલીઓમા વિમાસણ સાથે ભય ફેલાયો છે, જામનગર શહેર અને તાલુકા જિલ્લામા તેમજ દ્વારકા જિલ્લામા અનેક સ્કુલમા પતરાના રૂમો છે, તેમજ અનેક સમસ્યા છે છતાય શિક્ષણ તંત્ર કે કોર્પોરેશન કે સુધરાઇ કે પંચાયત કંઇ પગલા લેતા નથી તેથી ભુલકાઓ હેરાન થાય છે તેવુ જ અમુક ક્લાસીસોમા જોવા મળે છે,
જામનગરમાં પટેલકોલોની, નવાગામ ઘેડ, રામેશ્વરનગર, શરુ રૂસેક્શન રોડ, ખોડીયાર કોલોની, દિગ્વીજય પ્લોટ રણજીતસાગર રોડ જુના ગામના વિસ્તારો ગોકુલનગર ડીફેન્સ કોલોની એરિયા કાલાવડ નાકા બહાર વગેરે સહિતના વિસ્તારોમા શાળા ક્લાસીસમા પતરાની આડશો હોવી પીવાના પાણી ન હોવા સલામતિના સાધનો તો ટીક ફર્સ્ટ એઇડ બોક્સ ન હોવા બાથરૂમ ન હોવા હવા ઉજાસ ન હોવા વગેરે સમસ્યાઓથી ઘેરાયેલા ક્લાસીસ કે શાળાઓમા ભુલકાઓ હેરાન થાય છે એ કોણ જોશે તે સવાલ વાલીઓ અને જાણકારોને સતાવે છે,
જામનગરમા પતરાના રૂમમાં શિક્ષણ આપતી સ્કૂલના ગેરકાયદે બાંધકામ વિરૂદ્ધ અગાઉ ફરિયાદ થઇ હતી જેમાં ઉપરના માળે ગેરકાયદે બાંધકામ કરી ચાર પતરાવાળા રૂમમાં બાળકોને શિક્ષણ આપી રહ્યાં હોવાનો ચોંકાવનારો આરોપ લગાવી બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહેલાં શાળા સંચાલકો સામે પગલાં ભરવા માંગ થઇ હતી ત્યારે આ પ્રકારની અનેક ખામીઓ દૂર ક્યારે થશે તે પણ સવાલ છે કેમકે લગત તંત્રો એ આવી અવ્યવસ્થા હજુ સો ટકા દૂર કરાવી નથી…!!
હાલારમાં આવી જ સ્થિતિ અનેક સ્કુલોમા છે જ્યા પાકા રૂમના બદલે અસ્થાયી આડશો ફાયબરના પાર્ટીશન અને પ્લાસ્ટીક કે પતરાથી રૂમ વગેરે બનાવેલા હોય તેવા જામનગર શહેરના અનેક વિસ્તારોમા છે અને બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલ ખાનગી શાળાઓમાં નિયમોનું ઉલ્લંઘન કરી વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરવામાં આવે છે. સુરતની ગોજારી ઘટના બાદ જામનગર અને દ્વારકામા દરેક મુદે તપાસ નિરિક્ષકો કેમ કરતા નથી તે શંકાસ્પદ સવાલ છે.