પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને શું કહ્યું મનસુખ માંડવીયાએ..

લોકોને મોંઘવારીના માર વચ્ચે સૌથી મોટો કનડતો પ્રશ્ન પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારા અંગે જયારે પૂછવામાં આવ્યું ત્યારે તેવો એ પેટ્રોલ અને ડીઝલ ના ભાવોમાં વધારાને લઈને કેન્દ્રસરકાર ચિંતિત હોવાનું કહી અને તેવો એ છેલ્લા બે દિવસમાં ભાવો ઘટી રહ્યા છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવને  લઈને શું કહ્યું મનસુખ માંડવીયાએ..

કેન્દ્ર સરકારના ચારવર્ષ પૂર્ણ થવા પર સરકારની સિદ્ધિઓ નું વર્ણન કરવા જામનગર આવેલ કેન્દ્રીય રોડટ્રાન્સપોર્ટ મંત્રી મનસુખમાંડવીયા એ આજે જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ ને સંબોધિત કરી હતી..ત્યારે હાલમાં લોકોને મોંઘવારીના માર વચ્ચે સૌથી મોટો કનડતો પ્રશ્ન પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારા અંગે જયારે પૂછવામાં આવ્યું ત્યારે તેવો એ પેટ્રોલ અને ડીઝલ ના ભાવોમાં વધારાને લઈને કેન્દ્રસરકાર ચિંતિત હોવાનું કહી અને તેવો એ છેલ્લા બે દિવસમાં ભાવો ઘટી રહ્યા છે..અને હજુ ઘટી જશે તેવી હૈયાધારણા આપી હતી..તો જામનગર જીલ્લાના વર્ષોથી મૃતપાય સમાન  બંદરોના વિકાસ અંગે જયારે માંડવીયા ને પૂછાયું ત્યારે તેને જામનગરના બંદર રાજ્યસરકાર હસ્તક હોવાની સાથે કેન્દ્રમાં જામનગરના બેડીબંદરને વિકસાવવા સાગરમાલા યોજના મા સમાવિષ્ટ કરવા કેન્દ્રસરકાર ને રાજ્યસરકારની દરખાસ્ત મળી હોવાનું માંડવીયા પત્રકાર પરિષદ માં જણાવ્યું...

શહેરભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ પત્રકારપરિષદમાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા સાથે ધારાસભ્ય હકુભા જાડેજા,શહેર પ્રમુખ હસમુખ હિન્ડોચા,જીલ્લા પ્રમુખ,ચંદ્રેશ પટેલ અને મેયર પ્રતિભાબેન કનખરા ઉપસ્થિત રહ્યા હતા.