પેટ્રોલ અને ડીઝલમાં સતત વધી રહેલ ભાવો થી લોકોમાં રોષ..

પેટ્રોલ અને ડીઝલ ના સતત વધી રહેલ ભાવોને કારણે સામાન્ય માનવીના બજેટ ખોરવવાની શરૂઆત થઇ ચુકી છે..

પેટ્રોલ અને ડીઝલમાં સતત વધી રહેલ ભાવો થી લોકોમાં રોષ..

જામનગર સહીત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવો માં વધારો થઇ રહ્યો છે..થઇ રહેલ ભાવવધારા ને કારણે લોકોમાં સરકાર પ્રત્યે ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે..તો પેટ્રોલ અને ડીઝલ ના સતત વધી રહેલ ભાવોને કારણે સામાન્ય માનવીના બજેટ ખોરવવાની શરૂઆત થઇ ચુકી છે..

છેલ્લા એક મહિનામાં જ પેટ્રોલમા અંદાજે રૂપિયા ૭ અને ડીઝલમાં રૂપિયા ૩ નો વધારો નોંધાયો છે.દરરોજ બદલતા ભાવોમાં ૨૦થી૩૦ પૈસાનો વધારો ભલે સામાન્ય લાગે પરંતુ પેટ્રોલ અને ડીઝલ ના ભાવો આસમાને પહોચી જતા ના માત્ર વાહનોમાં જ તેની અસર બતાઈ આવશે..પણ દૈનિક જરૂરિયાત ની ચીજવસ્તુઓ જેવી કે અનાજ,કઠોળ,શાકભાજી સહિતની ચીજવસ્તુઓ મા પણ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા લોકોને મોંઘવારીના માર વચ્ચે પીસાવવા નો વારો આવ્યો છે..

આમ ધીમીગતિ એ પણ સતત વધી રહેલ પેટ્રોલ અને ડીઝલ ના ભાવોના વધારા ના કારણે સામાન્યલોકોના બજેટ ખોરવાઈ જતા ખાસ કરીને ગૃહિણીઓ સહીત સ્થાનિકો માં કેન્દ્ર સરકાર પ્રત્યે કયાક ને કયાંક રોષ જોવા મળી રહ્યો છે..