Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં ગાયો સહીત રખડતા પશુઓમાં લમ્પી નામનો એક રોગ જોવા મળ્યો છે, જે કરવામાં આવેલ ટેસ્ટમાં પણ લમ્પી નામનો વાયરસ હોવાનું ફલિત થતા કમિશ્નર વિજયકુમાર ખરાડી અને સીટી ઈજનેર ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ મનપાની સોલીડ વેસ્ટ વિભાગની ટીમ અને જામનગર જીલ્લા પંચાયતના પશુપાલન વિભાગની ત્રણ ટીમો દ્વારા રખડતા પશુઓમાં આ રોગ વધુ ના ફેલાય અને ગાય સહિતન પશુઓ મોતને ના ભેટે તે માટે વિસ્તાર વાઈઝ પશુઓને વેક્સીનેશનની કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે,
આ વાયરસને ફેલાતો અટકાવવા માટે ગઈકાલે જ ત્રણ ટીમ દ્વારા શહેરમાં રખડતા ભટકતા 288 પશુઓને રસી આપવામાં આવેલ આજે રજાના દિવસે પણ આ કામગીરી યથાવત રાખવામાં આવી છે અને આગામી સપ્તાહમાં પણ આ કાર્યવાહી વધુ સઘન કરી અને વધુ ગાય સહિતના પશુઓ આ લમ્પી વાયરસનો ભોગ ના બને તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે.વધુમાં જે પશુમાં રસીની કામગીરી થઈ છે તેને શિંગળા પર લાલ કલરની નિશાની પણ ઓળખ માટે કરવામાં આવી રહી છે.