Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ચુંટણીઓ આડે હવે બહુ સમય નથી, ત્યારે મને ટીકીટ મળે તેવી સૌની ઈચ્છા હોય.. હાલ તો શાસક વિપક્ષ દરેકમા કોર્પોરેટર હોય તેને તો એમજ હોય કે મને ફરી ટીકીટ મળે પરંતુ એવુ થતુ નથી હોતુ બીજી તરફ આ વખતે પસંદગી અઘરી પણ છે. કેમકે બધા રિપીટ નથી કરવા તે બેય પક્ષનો અભિપ્રાય છે તેની સામે શાસકપક્ષમાં વિસ્તાર વાઇઝ સંગઠનમાથી કે બહારના કોઇ ખાસ સારી સંખ્યામા ઉભરી આવ્યા નથી હા અમુક નગરસેવકોએ તેમની કાર્યશૈલી જાળવી પણ છે તે તો રિપીટ પણ થઇ શકે છે.
પરંતુ આટલા સભ્યો હોવા છતા શાસકપક્ષને પહેલી નજરે તમામ 64 ઉમેદવારો આંખો મીચીને મળે તેમ નથી 40 ટકાથી વધુને તો ટીકીટ દેવી પડે તેવો ઘાટ ઘડાશે તો વિપક્ષમા તો સાવ ધોરૂ છે, તેમા તો બધા નેતા જ છે સેવકો તરીકે સફળ થયા નથી હા ચાર પાંચ છ સાત કે આઠ એ પોતાનો ચોકો જુથમા કે વ્યક્તિગત જાળવ્યો પરંતુ સંગઠન વેરવિખેર હતું તે સમુંનમું કરવાનો નવા પ્રમુખ પ્રયાસ કરી રહ્યા છે,
તે દરેક વચ્ચે મહિલા ચુંટાયેલા સભ્યો અને ઉમેદવારી માટે ઇચ્છુક બહેનોને પ્રોત્સાહન આપવામા પક્ષો નિષ્ફળ છે અમુક બહેનો જાતમહેનતથી આગળ વધી પ્રજા વચ્ચે રહે છે નહી તો બહેનોને પીઠબળ મળે તો સ્થાનિક સ્વરાજ્યમા પ્રજા પ્રશ્ર્નો બહેનો સારી રીતે જાણીને રજુઆત પણ કરી શકે કામ કરાવી શકે પરંતુ મોટાભાગનાને અવાજ ઉઠાવાની મનાઇ હોય તેવુ લાગે તેમ વાતાવરણ શિસ્તના ઓથા હેઠળ બન્યુ છે જે યોગ્ય નથી આમ તો ભાઇઓ જે સભ્યો છે કે સંગઠનમા છે તે દરેક પણ ક્યા પ્રજાવતી બોલી શકે છે?? શાસકપક્ષમા આ વધુ દેખાય છે વિપક્ષમા પણ થોડુ ઘણુ દેખાય છે તેવા અનેક વિચારવા જેવા અભિપ્રાય કોર્પોરેશનમાંથી અને સંગઠનમાથી સુત્રોના મળ્યા છે.
તેમજ બીજી તરફ નેતાઓના જુથને બેલેન્સ કરવા ઉમેદવારીની તક ભાજપ આપે તો કોઇ ભાજપ વેવ હાલ નથી રાષ્ટ્રીય ચુંટણીમા મોદીવેવ તેમજ ઉમેદવારની લોકપ્રિયતા ભાજપને જીતાડે રાજ્યસ્તરીયમા ભાજપવેવ અને બીજાપક્ષ પ્રત્યે થોડો કચવાટ ભાજપને પાંખી બહુમતી આપે પરંતુ સ્થાનીક તો ઉમેદવાર સક્ષમ અને સમાજસેવા કરે તેવા જોઇએ માટે આ વખતે તો હાલના જે પ્રજા વચ્ચે નિષ્ફળ છે માત્ર પોતાનુ જ સાજુ કર્યુ છે, તેવા પચાસ ટકા હાલનામાંથી રિપિટ નહી થાય આ કોક કેસમા સંગઠનને બાંધછોડ કરવી પડે તો નવાઇ નહી એકંદર દરેક કેટલાય પ્રજાસેવકો એવા છે જે પ્રજા વિશ્વાસ જીતી શક્યા હોય તેવુ લાગતુ ન હોઇ નવાને તક આપવી જ પડે તેમ રાજકીય ચિંતકોનુ માનવુ છે.