એસટી ડેપોના મેનેજરે ડ્રાઈવર પાસેથી જ લીધી લાંચ અને ઝડપાઈ ગયો

ના માત્ર બે ચાર લાઈન પરંતુ વિસ્તારથી અને સચોટ સમાચાર મેળવવા માટે આજે mysamachar.in ફેસબુક પેજને ફોલો કરો

એસટી ડેપોના મેનેજરે ડ્રાઈવર પાસેથી જ લીધી લાંચ અને ઝડપાઈ ગયો

Mysamachar.in-પંચમહાલ

લાંચિયાઓએ એટલી હદે માજા મૂકી છે તેના પોતાના વિભાગના કર્મચારીઓ ને પણ છોડતા નથી આવો જ એક કિસ્સો એસટી વિભાગમાં સામે આવ્યો છે, પંચમહાલ જીલ્લાના કાલોલ એસટી ડેપો ખાતેનો ડ્રાઇવર વર્ષ 2018થી હાલોલ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જેમાં તેઓ દાહોદ સુરતના લોંગ રૂટની એસ.ટી. પર હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી હાલોલ એસ.ટી. ડેપોના મેનેજર હેમંત પટેલ તેઓને દાહોદ સુરત રૂટની એસ.ટી.બસ પરથી હટાવી દઈ લોકલ રૂટો પર અલગ-અલગ સ્થળે મોકલી નોકરી કરાવતા હતા. જેમાં ડ્રાઇવરે હેમંત પટેલને પોતાના જુના દાહોદ સુરત રૂટ પર ફરી મોકલવાની માંગણી કરતા ડેપો મેનેજર હેમંત પટેલે તેઓની પાસે 10હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી.

જેમાં ફરીયાદી ડ્રાઇવરે 5,હજાર રૂપિયા આપવા માટે સહમત થયા હતા પરંતુ ડેપો મેનેજર 10 હજાર રૂપિયા જોતા હતા, અંતે ડ્રાઇવરે આ બાબતે ડેપો મેનેજરને લાંચ ન આપવાનો નિર્ણય કરી પંચમહાલ જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો શાખાનો સંપર્ક કરતા લાંચ અંગેનું છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં હાલોલના ગોધરા રોડ પર એસ.ટી વર્કશોપ ખાતે ડ્રાયવરે એસ.ટી ડેપો મેનેજર હેમંત પટેલને 10 હજાર રૂપિયાની લાંચ આપવા પહોંચ્યા હતા જ્યાં તેઓએ 10હજાર રૂપિયાની રકમ લાંચ સ્વરૂપની હેમંત પટેલને આપતા ગોઠવેલા છટકામાં પ્રમાણે એ.સી.બી.ની ટીમે છટકું ગોઠવી ડેપો મેનેજર હેમંત પટેલને રંગે હાથે લાંચ લેતાં ઝડપી પાડયા હતા.