Mysamachar.in-જામનગર:
આજના સમયમાં સોશ્યલ મીડિયાનો જેટલો સદુપયોગ છે તેનાથી દુરુપયોગ કરનારાઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, જેને કારણે સાઈબર ક્રાઈમ પોલીસ મથકના કામો પણ ટેકનીકલ સર્વેલન્સ માટે વધી રહ્યા છે ત્યારે જામનગર સાઈબર ક્રાઈમ પોલીસને હાથ એક એવો શખ્સ લાગ્યો છે જે ફેક આઈડી ના માધ્યમથી ક્યારેક વકીલ તો ક્યારેક પોલીસ અધિકારી બની અને બ્લેકમેઈલ કરતો હતો, સોશ્યલ મીડીયા ઉપર મહિલાનું ફેક આઈ-ડી બનાવી મીત્રતા કર્યા પછી, નકલી વકીલ અને નકલી પોલીસ અધિકારી બની સિનિયર સીટીઝનને બ્લેકમેઇલ કરનાર આ શખ્સ અંતે સાયબર ક્રાઈમના સકંજામાં આવી ગયો છે.
સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર ફેક આઈ.ડી. બનાવી સિનિયર સીટીઝનને ટાર્ગેટ કરી તેમની સાથે મિત્રતા કેળવી તેમની સાથે વાતચીત પછી તેમનો વિડીયો બનાવી વિડીયો વાયરલ કરી લોકોને બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી બળજબરીપૂર્વક પૈસા પડાવતા સાયબર ગુનેગારોને પકડી પાડવા સાયબર ક્રાઈમ જામનગરની વિશેષ ટીમ સતત તપાસમા હતી, દરમિયાન ગત તા.5/2/2022 રોજ જામનગર ના એક સિનિયર સીટીઝનને ફેસબુક એપ ઉપર કોઈ અજાણ્યા ઈસમે HEENA PATEL ના નામથી ફેક ફેસબુક આઈ.ડી. બનાવી તેઓની સાથે મિત્રતા કરી વાતચીત-વિડીયો કોલ કરી અને સોશ્યલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપી ફરીયાદી પાસેથી 1,25,000 ની માગણી કરી બ્લેકમેઈલ કરવા બાબતનો જામનગર સાયબર કાઈમ પોલીસ સ્ટેશન ગુન્હો દાખલ થયેલ
જે બાદ સાઈબર ક્રાઈમ ટીમ દ્વારા ટેકનિકલ અનાલિસીસ કરી જતીન લાભશંકરભાઇ પંડ્યા,ધંધો- હોટલ મેનેજર રહે-રામનાથ સૌસાયટી, ખંભાળીયા જી. દેવભુમિ દ્વારકા, આરોપીઓની ખરાઈ કરી આરોપીને પકડી પાડવામાં આવેલ છે, ઝડપાયેલા હોટેલ મેનેજરની સઘન પૂછપરછ કરવામાં આવતા આરોપી દ્વારા મહિલાનું ફેક પ્રોફાઇલ બનાવી મિત્રતા કરવી મિત્રતા પછી ભોગ બનનાર સાથે પકડાયેલ આરોપીસ સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ રોલ પોતે જ ભજવી અને સામેવાળાને ડરાવતો ધમકાવતો હતો મહિલાનો પતિ બની ભોગ બનનારને ડરાવી ધમકાવી કહે છે કે “તમારા કારણે અમારા છૂટા-છેડા થાય છે જેથી છૂટાછેડા લેવા વકીલનો ખર્ચો આપવો પડશે નહિતર વિડીયો -વાઇરલ થશે. નકલી વકીલ “મેટર” પૂરી કરવા પૈસા આપી દેવા દબાણ કરે છે. પકડાયેલ આરોપી નકલી પોલીસ ઇન્સ્પેક્ટર બની ક્રાઇમ બ્રાન્ચ માંથી વાત કરે છે અને ફરિયાદ દાખલ થવાની છે એવી રીતે ડરાવી ધમકાવી આરોપી સાયબર ગુનાને અંજામ આપતો હતો આમ એક જ વ્યક્તિ અનેક રોલ ભજવી લોકોને ડરાવી ધમકાવી તેની પાસેથી નાણા પડાવવાના ખેલનો ખાત્મો જામનગર સાઈબર ક્રાઈમ ટીમે કર્યો છે.