મેનેજેરે શેઠને ચૂનો ચોપડી દીધો, 84.84 લાખનું કરી નાખ્યું

કાર કન્ડમ થઈ ગઈ હોવાનું કહીને બારોબાર સોદા પાડ્યા

મેનેજેરે શેઠને ચૂનો ચોપડી દીધો, 84.84 લાખનું કરી નાખ્યું

Mysamachar.in-રાજકોટ

રાજકોટના જાણીતા અતુલ મોટર્સવાળા સમર્થ ચાંદ્રા દ્વારા તેની કંપનીના અમદાવાદ ખાતેના ટ્રુ વેલ્યુમાં મેનેજર તરીકે નોકરી કરતા રાજકોટના શખ્સ વિરુધ વિશ્વાસઘાત અને છેતરપીંડી ની ફરિયાદ નોંધાવી છે. એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રૂપિયા 84,84,257 ની છેતરપીંડી થયાની ફરીયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે તેમની કંપનીના અમદાવાદ ખાતેના ટ્રુ વેલ્યુના શો રૂમના મેનેજર પરેશ કરશનભાઇ રાઠોડનું નામ આપ્યું છે. આરોપી પરેશ રાઠોડે અમદાવાદ ખાતે મેનેજરની નોકરી વખતે 25 અલગ અલગ જુની કાર કંપીનીની જાણ બહાર વેંચી નાંખી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તમામ કાર કન્ડમ થઇ ગયાનું કરી તેમજ બોગસ રિસિપ્ટ ઉભી કર્યાનું ફરીયાદમાં જણાવાયું છે.

પરેશે અગાઉ પોતે વેચેલી કારની રકમ અંગત ઉપયોગમાં અને બાદમાં પિતાજીના સ્વરપેટીના ઓપેરશન ખર્ચમાં વાપરી હોવાની કબુલાત આપી હતી. જોકે સમગ્ર મામલે એ-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જે રીતે 25 ગાડીની બોગસ રીસીપ્ટ બનાવી વહેચી હતી. જેમાં 25 ગાડીની કુલ કીમત રૂપિયા 67,42,980/- કંપનીની જાણ બહાર વેચાણ કરી કંપનીમાં પૈસા જમાં કરાવ્યા નહિ. જે પૈસા પોતાના અંગત લાભ માટે વાપરી જઇ તથા અગાઉની બાકી નિકળતી રકમ રૂ. 8,26,497/- અને ક્લેઇમ પેટે નિકળતી રકમ રૂ. 9,14,497/- મળીને કુલ રૂ. 84,84,25/- ની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.