સ્પામાં કામ કરતી યુવતીની જાહેરમાં જ શખ્સે સાથળ પર હાથ ફેરવી કરી છેડતી

નોકરીનો સમય પતાવી ઘરે જતી હતી, તે દરમ્યાન

સ્પામાં કામ કરતી યુવતીની જાહેરમાં જ શખ્સે સાથળ પર હાથ ફેરવી કરી છેડતી
symbolic image

Mysamachar.in-અમદાવાદ

અમદાવાદ શહેરમાં એક યુવતીની છેડતી થયાનો બનાવ સામે આવ્યો છે, સેટેલાઇટ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. જાહેરમાં લોકોની વચ્ચે એક યુવકે એક યુવતીની છેડતી કરી હતી. ત્યારે લોકોએ યુવકને પકડીને બરાબરનો મેથીપાક ચખાડીને પોલીસને સોંપ્યો હતો. અમદાવાદ શહેરના પોશ સેટેલાઈટ વિસ્તારના રેવતી ટાવર નજીક સાંઈબાબા મંદિર નજીક રાત્રિના સમયે જાહેરમાં બન્યો જેમાં નાગાલેન્ડની 25 વર્ષીય યુવતી નોકરીનો સમય પતાવી ઘરે જતી હતી, તે દરમ્યાન એક અજાણ્યા યુવકે યુવતીના સાથળ પર જાહેરમાં હાથ ફેરવી છેડતી કરી હતી.

સતર્ક થઈ ગયેલી યુવતીએ તરત રોડ રોમિયોને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવક ત્યાંથી છટકી ગયો હતો. ત્યારે પોતાના પ્રયાસ સફળ ન થતાં યુવતીએ બૂમો પાડી હતી. તેની બૂમો સાંભળી સ્થાનિકોએ આરોપી યુવકને ઝડપી પાડયો હતો અને પોલીસને હવાલે કર્યો. છેડતીનો ભોગ બનનાર યુવતી બોડકદેવમાં સ્પા મસાજની સર્વિસ આપતા સલૂનમાં નોકરી કરતી હોવાનું સામે આવ્યું છે. હાલ સેટેલાઇટ પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કરતા છેડતી કરનાર શખ્સ વિઠ્ઠલ રાઠોડ હોવાનું ખુલતા તેની ધરપકડ કરી છે.