લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરવાની ભલામણ કરાવવા માટે મામલતદાર ઓફીસના કલાર્કે 50,000 માગ્યા,. કારની તપાસ કરી તો અંદરથી...

ફરિયાદીઓની સ્થિતિ જાયે તો જાયે કહા જેવી..

લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરવાની ભલામણ કરાવવા માટે મામલતદાર ઓફીસના કલાર્કે 50,000 માગ્યા,. કારની તપાસ કરી તો અંદરથી...
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-સાબરકાંઠા:

મહેસુલ વિભાગમાં લાંચિયા બાબુઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, અમુક પ્રમાણિક કર્મચારીઓ અને અધિકારીઓ અપવાદ છે, એ સિવાયના ટેબલ નીચેનો વહીવટ ધર્યા વિના આગળ જ વધતા નથી આવો જ એક કિસ્સો સાબરકાંઠામાંથી સામે આવ્યો છે જ્યાં મામલતદાર કચેરીનો મહેસુલ ક્લાર્ક રૂપિયા 50 હજારની લાંચ લેતા એસીબીના સકંજામાં આવી ચુક્યો છે આ કેસની વિગતો પર નજર કરવામાં આવે તો...

આ કેસના ફરિયાદીની માતાએ ફરિયાદીના પિતાના નામની જમીન ગીરો મુકેલ. જે જમીન ફરિયાદીના પિતાએ અવેજ ચૂકવી જમીન ગીરોમૂક્ત કરાવેલ. જે જમીનમાં અગાઉ જમીન ગીરો લીધેલ, તે ઇસમના વારસદારો ફરિયાદીની જમીનમાં પ્રવેશ કરી, વાવેતરને નુકશાન કરી, હેરાન કરતા હોય, ફરિયાદીના પિતાએ લેન્ડ  ગ્રેબીંગ એક્ટ-2020 હેઠળ ઓનલાઈન ફરિયાદ આપેલ. જે કાર્યવાહી તલોદ મામલતદાર કચેરી ખાતે ચાલતી હોય, ફરિયાદીની લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરવાની ભલામણ કરાવવા માટે ફરિયાદી પાસે સાબરકાંઠા જીલ્લાની તલોદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસુલ ક્લાર્ક ધર્મેન્દ્ર ભીખાભાઈ દેસાઇએ દોઢ લાખની માંગની કરેલ અને રકઝકના અંતે 50 હજારની રકમ નક્કી કરવામાં આવેલ..

જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય, જે અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરેલ. જેથી ફરિયાદીએ આપેલ ફરિયાદ આધારે ગોઠવવામાં આવેલ લાંચના છટકા દરમ્યાન મહેસુલ કલાર્કે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી,લાંચની માંગણી કરી, લાંચની રકમ સ્વીકારી પકડાઇ ગયેલ છે. તેમજ વધુમાં આ ટ્રેપ બાદ આરોપીની કારમાંથી ઝડતી તપાસ કરતાં લાંચ સિવાયની વધુ 11 લાખની રોકડ મળી આવતા તે ક્બ્જે કરી એસીબી દ્વારા છાનબીન કરવામાં આવી રહી છે.