બોલો....મામલતદાર કહે લાઉડસ્પીકર વગાડવાથી સંક્રમણ ફેલાય.!

જો કે બાદમાં ભૂલ સમજાઈ અને મંજુરી પણ આપવી પડી.

બોલો....મામલતદાર કહે લાઉડસ્પીકર વગાડવાથી સંક્રમણ ફેલાય.!

Mysamachar.in-કચ્છ

કોરોના મહામારીમાં કામનું ભારણ હોય કે પછી બીજું કાઈ તેમ ભુજમાં એક મામલતદારે અરજદારે કરેલ અરજીના અનુસંધાનમાં આપેલ મંજૂરીનો વિચિત્ર જવાબ આપતા આશ્ચર્ય ફેલાયું અને લોકોમુખે એક તબક્કે એવી ચર્ચાઓ થવા લાગી કે આ મામલતદાર છે કે વૈજ્ઞાનિક પરંતુ આખરે પોતાની ભૂલ સમજાઈ અને વિવાદ સમી ગયો તેમ કહો....ભુજની કલેકટર કચેરી નજીક આવેલા દ્રિધામેશ્ર્વર મહાદેવ મંદિરના પુજારીએ એક મહિના પહેલા કરેલી લાઉડ સ્પીકર વગાડવાની મંજુરીને તંત્રએ વિચિત્ર અને મામલતદાર પોતે મામલતદાર નહિ પરંતુ વૈજ્ઞાનિક હોય તેવો જવાબ આપી નકારી કાઢી હતી. જો કે મામલો મામલતદારના વિચિત્ર જવાબ બાદ ગરમાયો અને વિવાદ વકરતા તંત્રએ હવે ભુલ સુધારી છે.

મામલતદારે લેખીત મંજુરીના જવાબમાં કોરોના સંક્રમણ માઇક ચાલુ રાખવાથી અને તેના ધ્વનીથી પણ ફેલાય છે. તેવુ કહી અરજી નક્કારી કાઢી હતી જો કે ત્યાર બાદ શિવભક્તોએ તેના વિરોધ સાથે તંત્રના આ હુકમ સામે સવાલો ઉભા કરી મંજુરી આપવા માટેની માંગ કરી હતી. અને તંત્રના આવા ફરમાન સામે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે મામલો ઉચ્ચકક્ષાએ પહોચતા મામલતદારને યુ ટર્ન લેવાની ફરજ પડી હતી, પહેલા તંત્રએ વિવાદી મામલે મૌન સેવ્યુ હતુ. જો કે ત્યાર બાદ કલાકો પછી મામલતદારે પોતાની ભુલ હોવાનુ સ્વીકારી શરતચુકથી આવુ લખાઇ ગયુ હોવાનુ કહી મંદિરને ફરીથી માઇક માટેની મંજુરી અપાઇ ગઇ છે.આખરે સમગ્ર વિવાદ સમેટાઈ ગયો છે.