જામનગર:ફટાકડાના લાયસન્સ માટે લાંચ લેતા મામલતદાર ઓફિસનો અધિકારી એસીબીને હાથે ઝડપાયો 

ગોકુલ નગર નજીક લાંચ લેતા એસીબીની ટ્રેપ 

જામનગર:ફટાકડાના લાયસન્સ માટે લાંચ લેતા મામલતદાર ઓફિસનો અધિકારી એસીબીને હાથે ઝડપાયો 

Mysamachar.in-જામનગર:

લાંચિયાઓ પર એસીબીએ તવાઈ બોલાવવાની શરૂઆત કરી દીધી છે, આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેર મામલતદાર કચેરીના એક અધિકારીને લાંચ લેતા ગોકુલનગર નજીકથી એસીબીએ ઝડપી પાડ્યા છે,ફટાકડા લાયસન્સના અભિપ્રાય આપવા માટે અધિકારીઓએ લાંચ માંગી હતી અને એસીબીનું છટકું સફળ થયું છે,આ અંગે અન્ય ઉપરી અધિકારીનો રોલ છે કે કેમ તે અંગે એસીબી સતાવાર વિગતો થોડીવારમાં જાહેર કરશે.હાલ એસીબી દ્વારા આ મામલે જરૂરી કાર્યવાહી ચાલી રહી છે.જો કે આ સમાચારે જામનગરના રેવન્યુ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે.