Mysamachar.in-વડોદરા, જામનગર
આજે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વડોદરામાં રેડ કરીને મામલતદાર અને નાયબ મામલતદારને રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે, જે રીતે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે વડોદરાના પાદરાની મામલતદાર કચેરીમાં ACB વડોદરા ગ્રામ્યએ ટ્રેપ કરી સપાટો બોલાવતા પાદરા મામલતદાર જી.ડી. બારીયા અને નાયબ મામલતદાર કે.જે પારધીને માટી ખોદકામના અભિપ્રાય માટે વહીવટ કરવા જણાવેલ જે 1 લાખની લાંચ લેતા બન્ને ઝડપાઈ જતા સોંપો પડી ગયો છે.
તો બીજી તરફ જામનગર શહેરના આઈ.ટી.આઈ ગેટ નજીકથી મોરબી જીલ્લાના હળવદના પોલીસ હેડ કોન્સ્ટેબલ પટેલભાઈ વતી 40,000ની લાંચ લેતા જામનગર એસીબી ટીમે ભરત ઉર્ફે ચોટલીને જામનગર એસીબી ટીમે ઝડપી પાડતા એસીબીની અન્ય ટીમ દ્વારા લાંચની માંગની કરનાર હળવદના પોલીસ કોન્સ્ટેબલને ઘરે ઝડતી સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.જામનગરના શખ્સની દારૂ પ્રકરણમાં સંડોવણી નહીં દર્શાવવા હેડ કોન્સ્ટેબલએ 70 હજારની લાંચ માંગી હતી જો કે ફાઇનલ સોદો રૂપિયા 40 હજારમાં થયો હતો જે કેસમાં જામનગર ટીમે વચેટિયાને ઝડપી લીધો છે.